અરવલ્લીઃપુર્વ જીલ્લા પંચાયત પ્રમુખ રાજેન્દ્ર પારઘીની રોડનું સમારકામ કરવા તથા નવા રોડ મંજૂર કરવા માટે માર્ગ મકાન મંત્રીને રજૂઆત….

0
72

અરવલ્લી જિલ્લામાં હજુ ગત વર્ષની સરખામણીએ ફક્ત ૬૦ ટકા જેટલો વરસાદ નોંધાયો છે, ત્યારે કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની મીલીભગતના કારણે હલકી ગુણવત્તાનું કામ કરવામાં આવતાં જીલ્લાના ઘણા ખરા રોડ – રસ્તાઓ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે અને તેમાં પણ ગ્રામ્ય વિસ્તારમાંથી રોડ રસ્તાઓની બિસ્માર હાલતને લઇને નાગરિકોની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે….

  • ચોમાસા દરમિયાન ભિલોડા – મેઘરજ સહિતના તાલુકાઓના ગ્રામ્ય વિસ્તારના રોડ – રસ્તાઓનું ધોવાણ થતાં તેમજ મોટા મોટા ખાડાઓ પડી જતાં વાહન ચાલકો તેમજ મુસાફરો પરેશાન થઈ રહ્યા છે, તો તંત્ર દ્વારા રોડ રસ્તાઓનું સમારકામ સત્વરે હાથ ધરવામાં આવે તે માટે અરવલ્લી જીલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને ભિલોડા – મેઘરજ તાલુકાના કોંગ્રેસ અગ્રણી રાજેન્દ્ર પારઘી દ્વારા માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશ મોદીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે, સાથે સાથે ભૂતકાળમાં કરવામાં આવેલી રજૂઆતોને ધ્યાનમાં લઈ ભિલોડા – મેઘરજ તાલુકામાં તેમજ જિલ્લાના અન્ય તાલુકાઓમાં નવા રોડ મંજૂર કરવાની પણ લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.


    અહેવાલ : જગદીશ પ્રજાપતિ. બાયડ. (અરવલ્લી)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here