વેરાવળ નગરપાલિકા માં છેલ્લા ૫ મહિનાથી જનરલ વોર્ડ બોલાવેલ નથી, કોંગ્રેસ નગરસેવક ની બોર્ડ બોલાવવા માંગ

0
78

વેરાવળ શહેર ના લોકોની સુખાકારી માટે તેમજ અનેક સમસ્યાઓ હોવા છતાં લાંબા સમય થી જનરલ બોર્ડ બોલાવેલ નથી

વેરાવળ-પાટણ સયુંકત નગરપાલિકા એ હાલ ખૂબ ચર્ચા મા રહે છે.શહેરમાં અનેક સમસ્યાઓ જોવા મળી રહી છે પણ તેના માટે કોઈ નિર્ણાયક પગલાઓ લેવામાં આવતા નથી તેવી લોક મુખે ચર્ચાઓ ચાલી રહી છે.

વેરાવળ નગરપાલિકા લગભગ 2 લાખ થી વધુ લોકોને પ્રાથમિક સગવડતાઓ પૂરી પાડી રહી છે. હાલ વેરાવળ મા મોટા પાયે પ્રાથમિક સગવડતાઓ ને લઈને ફરિયાદો જોવા મળી રહી છે.જેમાં ખાસ સફાઈ ને લઈને ખૂબ જ મોટીક સમસ્યા વેરાવળમાં જોવા મળે છે.દરેક વિસ્તાર મા ઉકરડાઓ,મચ્છર અને ગંદકી નું મોટું દૂષણ જોવા મળી રહ્યું છે તેમજ પાણી ખૂબ ખરાબ આવી રહ્યું છે.આમ જુદી જુદી ફરિયાદો જુદા જુદા વિસ્તાર ની જોવા મળેલ છે.

નગરપાલિકા એ છેલ્લું જનરલ બોર્ડ લગભગ ૪ મહિના પહેલા બોલાવેલ હતું ત્યારે બાદ લાંબા સમયથી જનરલ બોર્ડ બોલાવેલ નથી. લોકશાહી મા હકારાત્મક ચર્ચા થાય ત્યારે જ લોકોની સમસ્યા નું ઉકેલ આવે પણ લાંબા સમય થી બોર્ડ કેમ નથી બોલાવવા મા આવતું એ એક કુતુહલ સર્જે તેવું પ્રશ્ન છે.

તેથી કોંગ્રેસ નગરસેવક અફઝલ પંજા અને અલતાફ ચૌહાણે નગરપાલિકા ના જવાબદાર અધિકારીઓ ને લેખિત મા રજૂઆત કરેલ છે કે વહેલી તકે જનરલ બોર્ડ બોલાવવામાં આવે અને લોકોને પડતી તકલીફો નું હકારાત્મક ચર્ચા સાથે નિરાકરણ કરવામાં આવે.

અહેવાલ :

પરાગ સંગતાણી, વેરાવળ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here