ભાવનગર: શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સરદાનગર તેમજ ચિત્રા ખાતે મહારક્તદાન નું આયોજન થયું

0
138

ભાવનગર શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સરદાર નગર ખાતે આજે સ્વામીશ્રી નારાયણ પ્રિયદાસજી ની પુણ્ય સ્મુતી નિમિતે આજે ભવ્ય મહારક્તદાન આયોજન કરવામાં આવ્યું હતું,જેમાં સ્વામિનારાયણ સંસ્થા ના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, વાલીઓ નાગરિકો તેમજ રિક્ષાચાલકો બસ ડ્રાઈવરો તેમજ કોલેજના છાત્રો ઉત્સાહથી આ રક્તદાન માં જોડાયા હતા, કોરોના મહામારીમાં છેલ્લા બે વર્ષથી રક્તદાન કેમ્પ યોજાયો ન હતો જ્યારે કોરોના મહામારી વચ્ચે લોહીની અછત સર્જાતા સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે આજે મહારક્તદાન આયોજન થયું હતું જેમાં કે.પી સ્વામી સહિત અરૂણભાઇ પટેલ પ્રિન્સિપાલ સહિત લોકોએ રક્તદાન મહાદાન માં સેવા આપી હતી,લોહીની જરૂરિયાત વિવિધ પ્રકારની સારવાર તથા આપાતકાલીન સમયે ખાસ પડે છે.

રક્તદાન એ જીવલેણ બીમારીથી પીડાતા દર્દીઓને લાબું જીવાડવામાં મદદ કરે છે અને જટિલ મેડિકલ તથા સર્જીકલ પ્રોસિજરમાં પણ ખુબ જ મહત્વનો ભાગ ભજવે છે. આ ઉપરાંત લોહીની જરૂર કેટલાય પ્રકારની ઇમર્જન્સી પરિસ્થિતિ જેવી કે કુદરતી આફતો, અકસ્માત, યુદ્ધ વખતે થતી ઇજાઓમાં પણ ખુબ જ પડે છે. આમ લોકો બહોળી સંખ્યામાં રક્તદાન કરી પોતાની ફરજ નિભાવી હતી

અહેવાલ : કૌશિક વાજા (ભાવનગર)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here