રાજકોટ મહાનગરપાલિકા દ્વારા “વન ડે ટુ વોર્ડ” સફાઈ ઝુંબેશ અંતર્ગત વોર્ડ નં.૧૭ તથા વોર્ડ નં.૧૮માં યોજાયો…

0
30

દેશના માન.પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશવાસીઓના હિતમાં અનેક યોજનાઓ મુકેલ છે. સમગ્ર દેશમાં દેશવાસીઓને સ્વચ્છતા પ્રત્યે જાગૃતતા આવે તે માટે “સ્વચ્છ ભારત મિશન” અભિયાન શરૂ કરેલ છે. આજ તા.૧૭/૦૯/૨૦૨૧ના રોજ દેશના માન.પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન નિમિતે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા “વન ડે ટુ વોર્ડ” સફાઈ ઝુંબેશનો આયોજન કરાયેલ. જેના અનુસંધાને આજ તા.૨૫/૦૯/૨૦૨૧ના રોજ વોર્ડ નં.૧૭ તથા વોર્ડ નં.૧૮માં સફાઈ ઝુંબેશ હાથ ધરાયેલ.

વોર્ડ નં.૧૭માં શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, ડેપ્યુટી મેયર ડૉ.દર્શિતાબેન શાહ, બાગ બગીચા સમિતિ ચેરમેન અનિતાબેન ગોસ્વામી, કોર્પોરેટર રવજીભાઈ મકવાણા, કીર્તિબા રાણા, વોર્ડ પ્રમુખ જયંતીભાઈ નોંધણવદરા, મહામંત્રી યોગેશભાઈ ભટ્ટ, ગૌતમ ગોસ્વામી, વિઠ્ઠલભાઈ અભાણી, રમેશભાઈ રામાણી, જયપાલભાઈ ચાવડા, સુરૂભા ઝાલા, કાંતિભાઈ જોબનપુત્રા, જીતેન્દ્રભાઈ વડેરા, ગીતાબેન પરમાર, નીલમબેન ગોસ્વામી, રેખાબેન કાચા, વિક્રમ રબારી, રાજેશભાઈ સગપરીયા, હીરાભાઈ ડાંગર વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

વોર્ડ નં.૧૮માં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા, સેનિટેશન સમિતિ ચેરમેન અશ્વિનભાઈ પાંભર, કોર્પોરેટર સંજયસિંહ રાણા, સંદીપ ગાજીપરા, ભારતીબેન પરસાણા, દક્ષાબેન વાઘેલા, શૈલેષભાઈ પરસાણા, નટુભાઈ વાઘેલા, મીતેશભાઇ બોરિયા, અમલ દોંગા, દિનેશભાઈ બોરીચા, કિશનભાઈ અજાણી, હેમંતભાઈ કપુરીયા, સંગઠનના હોદેદાર શૈલેષભાઈ બુસા, હિતેશભાઈ ઢોલરીયા, જીગ્નેશભાઈ જોષી તેમજ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહેલ.

આ ઝુંબેશ અંતર્ગત આશરે ૧૪૯ ટન જેટલો કચરાનો નિકાલ કરવામાં આવ્યો. તેમજ મેલેરીયા વિભાગ દ્વારા ફોગીંગ, દવા છંટકાવ વિગેરે કામગીરી પણ સાથોસાથ શરૂ કરાયેલ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here