પંચમહાલ: શહેરાના ધારાસભ્ય જેઠા ભરવાડ ગુજરાત વિધાનસભામાં ડે.સ્પીકર બન્યા, વતનમાં ઉત્સવનો માહોલ

0
213

પંચમહાલ જીલ્લાના શહેરાના ભાજપના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડની ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ તરીકે નિમણૂક કરવામા આવતા શહેરા ભાજપ દ્વારા ઉજાણીનો માહોલ કરવામા આવ્યો હતો.શહેરાના બાબાજી કોમ્પલેક્ષ ખાતે ભાજપના અગ્રણીઓ અને કાર્યકરો,મહિલા કાર્યકરો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા.અને ઢોલનગારા વગાડીને ડીસ્કો કર્યો હતો.ફટાકડા ફોડીને ઉજાણી કરવામા આવી હતી.તેમજ શહેરા ધારાસભ્ય કાર્યાલય ખાતે પણ ભાજપ કાર્યકરો દ્વારા ઉજવણી કરવામા આવી હતી.ભાજપના અગ્રણી જીજ્ઞેશભાઈ પાઠક,ધવલભાઈ દેસાઈ સહિતના અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા.નોંધનીય છે. કે પુર્વ મૂખ્યમંત્રી રૂપાણી સરકારના રાજીનામા બાદ ભૂપેન્દ્રભાઇ પટેલની નવી સરકારના મંત્રીમંડળમાં ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડને મંત્રી બનાવામા આવે તેવી માંગ કરવામા આવી હતી.પરંતુ નવી સરકારમા તેમને મંત્રીમંડળમાં સ્થાન મળ્યુ હતુ નહી.પરંતુ સતત 5 ટર્મથી જીતતા આવતા શહેરાના ધારાસભ્યને વિધાનસભાના ઉપાધ્યક્ષ જેવુ મહત્વનુ પદ પ્રાપ્ત થતા શહેરા ભાજપના કાર્યકરોમાં ખૂશીનો માહોલ છવાયો હતો.
ગુજરાત વિધાનસભાની ૧૯૯૮ની ચૂંટણીઓમાં સૌ-પ્રથમ સમાજવાદી પાર્ટીના શહેરા બેઠકનો જંગ જીતીને ધારાસભ્ય બનેલા જેઠાભાઈ ભરવાડ ત્યારબાદ ભા.જ.પ.માં જોડાઈને ”દૂધમાં સાકર ભળે”એમ સતત પાંચ ટર્મથી શહેરા બેઠક ઉપર ધારાસભ્ય તરીકે સતત વિજેતા બનનારા જેઠાભાઈ ભરવાડ સહકારી ક્ષેત્રમાં કરોડરજજુ સમાન પંચમહાલ ડેરી અને પંચમહાલ જિલ્લા સહકારી બેંકના ચેરમેન પણ છે. શહેરા ભા.જ.પ.ના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડને આજરોજ ગુજરાત વિધાનસભા ગૃહના ડે. સ્પીકર તરીકે પસંદ કરવામાં આવતા પંચમહાલ જિલ્લાના સહકારી અને રાજકીય ક્ષેત્રમાં ભારે હર્ષોલ્લાસ પ્રસરી જવા પામ્યો છે.

અહેવાલ : ગણપત મકવાણા પંચમહાલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here