મહિલા સુરક્ષા સહાયતા સંગઠન જામનગર ટીમ દ્વારા મહિલાઓ ને ફ્રી મા કુકિંગ ક્લાસ ની તાલીમ આપવામાં આવી

0
169

બોક્ષ ( “આત્મનિર્ભર મહિલા આત્મનિર્ભર ભારત “એ જ ઉદ્દેશ્ય સાથે આગળ ધપતું મહિલા સુરક્ષા સહાયતા સંગઠન )

આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારત દેશને આત્મનિર્ભર બનાવવા માટે સતત પ્રયત્નશીલ છે. એ જ રીતે મહિલા સુરક્ષા સહાયતા સંગઠન દેશ ની એક એક મહિલાને આત્મનિર્ભર બનાવવા માટે રાતદિન પ્રયત્ન કરી રહ્યું છે.

મહિલા સુરક્ષા સહાયતા સંગઠન સમગ્ર ભારત દેશની અંદર ૫૩ હજાર લોકોને સાથે જોડીને ભારતદેશ નુ સૌથી વિશાળ અને મજબૂત સઁગઠન બનવા જઈ રહ્યું છે. સંગઠનના દરેક સભ્ય નો માત્ર એક જ ઉદ્દેશ છે “સશક્ત નારી સશક્ત સમાજ, આત્મનિર્ભર મહિલા આત્મનિર્ભર ભારત “
આ વાક્યને ચરિતાર્થ કરતા મહિલા સુરક્ષા સહાયતા સંગઠન જામનગર ટીમ દ્વારા મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે અનેક પ્રકારે પ્રશિક્ષણ આપવાના અનેક આયોજન કરવામાં આવ્યા છે. એ જ અંતર્ગત પ્રથમ કાર્યક્રમ યોજાયો જેની અંદર જામનગર મહિલા સુરક્ષા સહાયતા સંગઠનના પ્રમુખ કાજલબેન નાખવા (મહિલા વિભાગ ) દ્વારા 38 બહેનોને એક રૂપિયો ચાર્જ લીધા વિના ફ્રી મા કુકિંગ ક્લાસ કરાવવામાં આવ્યા. કુકિંગ ક્લાસ ની અંદર અવનવી વાનગીઓ શીખડાવવા માં આવી. માત્ર આટલું જ નહીં. શીખવા આવનાર મહિલાઓને જરૂરી મટિરિયલ પણ ત્યાંથી જ આપવમાં આવ્યુ હતુ. આ ઉપરાંત કાજલ બહેન દ્વારા મહિલાઓને અમુક કેટરર્સ કંપનીઓમાંથી ઓર્ડર મળી રહે તેમજ પોતાની રીતે વસ્તુઓ બનાવી અને તેનું વેચાણ કઈ રીતે કરી આત્મનિર્ભર બની શકે તે માટે પણ સમજણ આપવામાં આવી. કુકિંગ ક્લાસ ની સાથે કાજલબેન દ્વારા કિચન ગાર્ડન અંગેની પણ માહિતી આપવામાં આવી હતી જેનો બહોળી સંખ્યામાં બહેનોએ લાભ લીધો હતો.

મહિલા સંગઠનના પ્રમુખ કાજલબેન સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે મહિલા સુરક્ષા સહાયતા સંગઠન ટીમના દરેક સભ્યો જામનગર જિલ્લાના ખૂણે ખૂણે જઇ ને દરેક જરૂરિયાતમંદ મહિલાને આત્મનિર્ભર બનાવવા માટે પ્રયત્નશીલ છે અને રહેશે. કોઇપણ મહિલાને અમારા સંગઠનની કોઈપણ પ્રકારની મદદ ની જરૂર પડે તો તે ગમે ત્યારે અમારો (98245 08107) સંપર્ક કરી શકે છે. આ કાર્યક્રમની અંતર્ગત જે મહિલાઓએ તાલીમ લીધી તેમને પણ મહિલા સુરક્ષા સહાયતા સંગઠન તેમજ કાજલબેન નાખવા નો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો.

આ સમગ્ર કાર્યક્રમો નું આયોજન મહિલા સુરક્ષા સહાયતા સંગઠન રાષ્ટ્રીય સંરક્ષક નરેશભાઈ ચૌહાણ તેમજ રાષ્ટ્રીય મીડિયા પ્રભારી ભાવનાબેન શાહના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.

(જામનગર)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here