રાજકોટમાં કોરોનાનો આતંક યથાવતઃ વધુ 49 કેસ પોઝિટિવ નોંધાયા

0
327

રાજકોટમાં કોરોનાના કેસમાં ફરી એકવાર ઉછાળો આવ્યો છે. ગઈકાલે 60 કેસ નોંધાયા બાદ આજે બપોર સુધીમાં નવા 49 કેસ પોઝિટિવ નોંધાયા છે. શહેરના અલગ-અલગ વિસ્તારોમાંથી લેવાયેલા સેમ્પલમાંથી 49 રિપોર્ટ પોઝિટિવ આવ્યાં છે. જેથી પોઝિટિવ દર્દીને સારવાર માટે કોવિડ હોસ્પિટલમાં ખસેડાયા છે. સાથે જ દર્દીના પરિવારજનો તેમજ સંપર્કમાં આવેલા લોકોને ક્વોરન્ટાઈન કરાયા છે. બીજી તરફ સતત વધતાં કેસથી આરોગ્યકર્મીઓની કામગીરી બમણી થઈ ગઈ છે અને શહેરજનોની ચિંતા પણ વધી ગઈ છે.