ધાડ પાડવાની તૈયારી કરનાર 15 શખ્સને ઉપલેટાના ડુમીયાણી પાસેથી ઝડપી પાડ્યા, 45 લાખનો મુદ્દામાલ જપ્ત

0
13113

રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે આંતર રાજ્યોમાં કાસ્ટિંગના પાઈપની ચોરી કરનાર ગેંગના 15 શખ્સને ઝડપી પાડ્યા છે. ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે ઉપલેટા તાલુકાના ડુમીયાણી ગામ પાસેથી ઝડપી પાડ્યા છે. આ ગેંગ ધાડ પાડવાની તૈયારી કરી રહી હતી. તે દરમિયાન ક્રાઈમ બ્રાન્ચ ત્રાટકી હતી. પોલીસે 15 આરોપીને 45 લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતાં.

પોલીસે મુદ્દામાલ જપ્ત કરી તપાસ હાથ ધરી
રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે આરોપી પાસેથી 2 છરી, 2 દાતરડા, 1 સુયો, 1 આંકડિયો, 1 લોખંડનો કાંટો, 2 લોખંડના સળિયા, 1 લોખંડનું લાગિયું, 3 લોખંડના પાઇપ, અણિદાર પથ્થર ભરેલી 2 બેગ, 9 મોબાઈલ અને 3 ટ્રક મળી કુલ 45 લાખ 33 હજાર 100 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.

કાસ્ટિંગના પાઈપ ચોરી કરનાર આરોપીઓના નામ
ચોરી કરનાર આરોપીઓમાં હરિયાણાના અકલાખ એહમદ સન, શાહુદભાઈ સમસુરભાઈ ખાન, જુબેરમહમદ મંગલ, મહમદ ઈકરામ મહમદ શહીદ, હાકેમ ઇશહાર, કુરશીદ મંગલખાન, સલીમખાન બશીરખાન, મહમદ આરીફ જોરમલખાન, રાજસ્થાનના રાહુલખાન સુબેદીનખાન, ઇરશાદ મહમદઅસરૂદિન જાની ખાન, મકસુદ હાર જાની ખાન, મુસ્તુફા મહમદઅસરૂદિન જાની ખાન, અમજદ હારૂનભાઇ હસનુ ખાન, ઇસ્લામ ઉર્ફે મગરૂદ્દીન શેરૂ સુલન ખાન અને જાહીર જફર ચાંદમન ખાનનો સમાવેશ થાય છે. આ તમામની ધરપકડ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.