રાજકોટિયને બનાવ્યું લાઇટિંગ ફેસ માસ્ક, નવરાત્રિમાં માસ્કની રોશનીના ઝળહળાટથી ખેલૈયાઓના ચહેરા ઝગમગી ઊઠશે

0
150
  • વાઇરસ સામે રક્ષણ અને શુદ્ધ હવા પણ મળશે
  • 15થી 20 દિવસ મહેનત કરી ત્યારે એક માસ્ક તૈયાર થયું: વેપારી

કોરોના શરૂ થયો ત્યારથી તહેવારોની ઉજવણીમાં પર ગ્રહણ લાગ્યું હતું. હવે કેસ નિયંત્રણમાં આવતાં કેટલીક મર્યાદા સાથે સરકારે ફરીથી છૂટછાટ આપી છે. ત્યારે ગુજરાતીઓનો અને ગુજરાતનો લોકપ્રિય તહેવાર નવરાત્રિ પણ આ વર્ષે શેરી, ગલીઓ અને સોસાયટીઓમાં ધામધૂમથી ઊજવાઈ રહ્યો છે. ત્યારે નવરાત્રિમાં રોશનીના ઝળહળાટ સાથે આ વર્ષે લાઈટિંગ ફેસ માસ્કથી ખેલૈયાઓના ચહેરા ઝગમગી ઊઠે એ પ્રકારના સ્પે. લાઈટિંગ માસ્ક રાજકોટની બજારમાં વેચાઈ રહ્યાં છે.

માસ્ક તૈયાર કરવામાં ખૂબ જ મહેનત લાગે છે
આ માસ્ક બનાવનાર વેપારી ભરતભાઈએ જણાવ્યું હતું કે હું મારા ઘરે માતાજીનું પૂજન કરતો હતો એ વખતે મેં જોયું કે લાઇટિંગથી મંદિર ઝળહળી ઊઠે છે તો એને માસ્કમાં ઉમેરીએ તો એ પણ લાઇટિંગવાળું થઈ શકે. એ માટે મેં 15થી 20 દિવસ મહેનત ર્યા બાદ એક માસ્ક તૈયાર થયું. ખરેખર આ માસ્ક તૈયાર કરવામાં ખૂબ જ મહેનત લાગી છે. અત્યારે હું હેમુ ગઢવી હોલ પાસે ઊભો રહું છું અને આ માસ્કનું વેચાણ કરું છું.

માસ્ક બનાવનાર વેપારી ભરતભાઈ.

માસ્ક બનાવનાર વેપારી ભરતભાઈ.

લાઈટિંગ સર્કિટ માટે નાનો સેલ લગાવવામાં આવ્યો છે
આ માસ્કમાં ફિટ થયેલી લાઈટિંગ સર્કિટ માટે નાનો સેલ લગાવવામાં આવ્યો છે. સેલની મદદથી માસ્કમાં લગાવેલી લાઈટો ઝળહળતી ઊઠે છે. રાત્રિના મોઢા પર પહેરેલા લાઈટિંગ માસ્કને કારણે દૂરથી બધાને ખબર પડે છે કે સામેવાળી વ્યક્તિએ મોઢે માસ્ક પહેર્યું છે. નવરાત્રિ હોય કે અન્ય કોઈ ફંકશન હોય, કોઈ તહેવાર હોય એમાં પણ આ માસ્ક પહેરો તો ઘણું સારું લાગે છે અને હું ખૂબ નજીવા દરે માસ્કનું વેચાણ કરું છું.

લાઈટિંગ માસ્કનું યુવા વર્ગમાં આકર્ષણ.

લાઈટિંગ માસ્કનું યુવા વર્ગમાં આકર્ષણ.

લાઈટિંગ માસ્કનું યુવા વર્ગમાં આકર્ષણ
ઉલ્લેખનીય છે કે યુવા વર્ગમાં હંમેશાં આકર્ષણ જોવા મળી રહ્યું છે. હાલમાં હોમ મેડ ફિલ્ટર માસ્ક, મેડિકલ માસ્ક તથા પ્રકારના માસ્ક જોવા મળી રહ્યા છે ત્યારે રાજકોટની રંગીલી પ્રજામાં ફાઈટિંગવાળું માસ્ક આકર્ષણનું કેન્દ્ર બનશે તથા નવરાત્રિ અને દિવાળીના તહેવારોમાં લાઈટિંગ માસ્કનું યુવા વર્ગમાં આકર્ષણ જોવા મળે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here