જુનાગઢને નકશામાં દર્શાવતા રાજકોટ અને જુનાગઢમાં AAPએ ઈમરાન ખાનના પૂતળાનું દહન કરી પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવ્યા

0
338

પાકિસ્તાને પોતાના નકશામાં જૂનાગઢ અને માણાવદરને પોતાનો હિસ્સો ગણાવ્યો

રાજકોટ નેપાળની જેમ પાકિસ્તાન પણ ભારત વિરુદ્ધ એક નવી ચાલ ચાલી રહ્યું છે. 2 દિવસ પહેલા પાકિસ્તાનની ઈમરાન ખાન સરકારે વિવાદાસ્પદ નકશાને મંજૂરી આપી છે. પાકિસ્તાને તેના નવા નકશામાં જૂનાગઢ અને માણાવદરને દર્શાવવામાં આવ્યાં હતા. જેને લઈને આજે જૂનાગઢ અને રાજકોટમાં આમ આદમી પાર્ટીએ ઈમરાન ખાનના પૂતળાનું દહન કરી પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવ્યા હતાં.

પાકિસ્તાને બુદ્ધિનું પ્રદર્શન કરતા જૂનાગઢવાસીઓમાં રોષ
પાકિસ્તાને પોતાની બુદ્ધિનું પ્રદર્શન કરીને જૂનાગઢને પોતાના નકશામાં દર્શાવતા જૂનાગઢવાસીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે આમ આદમી પાર્ટીએ પાકિસ્તાન સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને ઈમરાન ખાનના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. કાર્યકરોએ પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવ્યા હતા. સરદાર ચોકમાં પૂતળાદહન કરતા પોલીસે આમ આદમી પાર્ટીના કાર્યકરોની અટકાયત કરી હતી.

રાજકોટમાં આમ આદમી પાર્ટીએ પાકિસ્તાન સામે રોષ વ્યક્ત કર્યો
આમ આદમી પાર્ટી યુવા મોરચા દ્વારા પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાનનું પૂતળાદહન કરી વિરોધ કર્યો છે. પાકિસ્તાનની નાપાક હરકત સામે રાજકોટમાં આમ આદમી પાર્ટીએ રોષ વ્યક્તિ કરી વિરોધ કર્યો છે. પૂતળાદહન કાર્યક્રમમાં શહેર યુવા પ્રભારી નૈમિષ પાટડીયા, યુવા પ્રમૂખ દેવાંગ ગજ્જર સહિતના આગેવાનો હાજર રહ્યાં હતાં.

નકશામાં પાકિસ્તાને કાશ્મીરને પોતાનો ભાગ ગણાવ્યો
2 દિવસ પહેલા પાકિસ્તાનની ઈમરાન ખાન સરકારે વિવાદાસ્પદ નકશાને મંજૂરી આપી છે. નકશામાં પાકિસ્તાને કાશ્મીરને પોતાનો ભાગ ગણાવ્યો છે. અગાઉ પાકિસ્તાન ફક્ત પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)ને પોતાનો હિસ્સો દર્શાવતુ હતું, પણ હવે નવા નકશામાં કાશ્મીરનો પણ સમાવેશ કર્યો છે. આ ઉપરાંત નવો વિવાદ ઉભો કરતા પાકિસ્તાને નવા નકશાથી લદ્દાખ, સિયાચિન ઉપરાંત ગુજરાતના જૂનાગઢ અને માણાવદર પર પણ પોતાનો દાવો કર્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here