મહેસાણા જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીના પડઘમ, રાજકીય ગતિવીધીઓ તેજ

0
59
  • જિલ્લામાં 610 ગ્રામ પંચાયતમાંથી 162 પંચાયતની ચૂંટણી ડિસેમ્બરમાં યોજવાની શક્યતા
  • ગામે ગામ સરપંચના દાવેદારોએ રાજકીય નેતાઓનું લોંબિંગ શરૂ કર્યું

મહેસાણા જિલ્લામાં અગામી ડિસેમ્બર માસ દરમિયાન જિલ્લાની 610 ગ્રામ પંચાયત પૈકીની 162 ગ્રામ પંચાયતની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ત્યારે હાલમાં ગામે ગામ સરપંચના દાવેદારોએ રાજકીય નેતાઓનું લોંબિંગ શરૂ કરી દીધું છે .

મહેસાણા જિલ્લામાં 610 ગ્રામ પંચાયત આવેલી છે. જે પૈકીની 162 ગ્રામ પંચાયતની ચૂંટણી આગામી ડિસેમ્બર મહિનામાં યોજવાની શક્યતા સેવાઇ રહી છે. જેમાં સંભવિત ગ્રામ પંચાયતમાં મહેસાણા તાલુકામાં 31, કડીમાં 29, જોટાણામાં 13, બેચરાજીમાં 18, વિજાપુરમાં 26, વડનગરમાં 08, સતલાસણામાં 16, ખેરાલુમાં 04, વિસનગરમાં 10 અને ઊંઝામાં 07 મળી કુલ 162 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ શકે છે. જેને લઇને ગામોમાં ખાટલા પરિષદ પણ યોજવાની તૈયારીઓ પુરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here