પંચમહાલ – શહેરા ખાતે આવેલી સરકારી વિનયન કોલેજમાં નવરાત્રી નિમિત્તે રાસ-ગરબા સ્પર્ધા રાખવામાં આવી.

0
785

પંચમહાલ જિલ્લામાં નવરાત્રી મહોત્સવમાં શેરી ગરબાની રમઝટ જામી છે. શહેરાના કાંકરીમાં આવેલી શ્રી ગોવિંદગૂરુ યુનિવર્સિટી સંલગ્ન સરકારી વિનયન કોલેજ ખાતે નવરાત્રીના તહેવારને અનુલક્ષીને ગરબા સ્પર્ધાનુ આયોજન કરવામા આવ્યુ હતુ.જેમા વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ ગરબે ઘૂમ્યા હતા.

પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકા અને ગ્રામીણ વિસ્તારોમાં રમઝટ જામે છે.ખેલૈયાઓ પોતે રાશ-ગરબાની રમઝટ જમાવી રહ્યા છે.પંચમહાલ જિલ્લામાં નવરાત્રીનો તહેવાર અંતિમ ચરણોમા છે.વિવિધ જગ્યાઓ પર ગરબાનુ આયોજન કરવામા આવ્યુ છે. જેમા ખેલૈયાઓ માતાજીના ગરબા ગુમી રહ્યા છે.શ્રી ગોવિંદગૂરુ સલંગ્ન શહેરા ખાતે આવેલી વિનયન કોલેજમાં ગરબાનુ આયોજન કરવામા આવ્યુ હતૂ.જેમા કોલેજ કેમ્પસમા માતાજીની આરતી ઉતારવામા આવી હતી.ત્યારબાદ કોલેજમાં અભ્યાસ કરતા સૌ વિદ્યાર્થીઓ ગરબે ઘુમ્યા હતા.વિદ્યાર્થીનીઓએ ટ્રેડીશનલ વેશભૂષા ધારણ કરીને ગરબાની મોજ માણી હતી.સાથે કોલેજ પરિવારના આચાર્ય ડૉ.વિપુલભાઈ ભાવસાર, સિનિયર અધ્યાપક ડૉ.દિનેશભાઇ માછી સહિત અન્ય અધ્યાપકો અને મહિલા અધ્યાપકો કોલેજ સ્ટાફ પણ ગરબામા જોડાયો હતો. આજની આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે ડો.કાજલબેન પટેલ તેમજ ડો. સંસ્કૃતિબેન પરમારે સેવાઓ આપી હતી. તેમજ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ગીત-સંગીત ધારાના કો-ઓર્ડીનેટર ડો. નિકીતાબેન સોનારાએ કર્યું હતું

અહેવાલ : ગણપત મકવાણા પંચમહાલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here