અમરેલી જિલ્લામાં સતત ત્રીજા દિવસે ધોધમાર વરસાદ, વૃક્ષ ધરાશાયી થતા સાવરકુંડલા-રાજુલા સ્ટેટ હાઈવે બંધ

0
175

વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ ગરમીમાંથી રાહત મેળવી

અમરેલી સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહીના પગલે અમરેલી જિલ્લામાં આજે સતત ત્રીજા દિવસે ધોધમાર વરસાદ પડ્યો હતો. આથી મગફળી અને કપાસના પાકને ફાયદો થયો છે. સાવરકુંડલાના શેલણા, ભમોદ્રા, ઘોબા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. બીજી તરફ જાફરાબાદ પંથકમાં વરસાદી ઝાપટું વરસ્યું હતું. જાફરાબાદના મિતયાળા, કડિયાળી સહિતના ગામોમાં વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. વરસાદના પગલે રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે. રાજુલાના આંબરડી નજીક તોતિંગ વૃક્ષ ધરાશાયી થતા સાવરકુંડલા-રાજુલા સ્ટેટ હાઈવે બંધ થતા વાહનચાલકોમાં મુશ્કેલી પડી છે. બંને સાઈડ વાહનોની લાંબી લાઈન લાગી ગઈ છે.

રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર વૃક્ષ ધરાશાયી થયું

જામનગરમાં ધોધમાર વરસાદ
હવામાન વિભાગે સૌરાષ્ટ્રમાં બે દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. ત્યારે આજે જામનગરમાં મેઘરાજાએ પધરામણી કરી હતી અને ધોધમાર વરસાદ વરસ્યો હતો. 24 કલાકમાં જામનગરમાં પોણો ઈંચ અને જામજોધપુરમાં એક ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે લાલપુરમાં બે ઈંચ વરસાદ નોંધાયો છે. વરસાદના પગલે રસ્તાઓ પર પાણી ભરાયા હતા અને વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા લોકોએ ગરમીમાંથી રાહત મેળવી છે.

જામનગરમાં ધોધમાર વરસાદથી રસ્તા પર પાણી ફરી વળ્યા

મગફળી અને કપાસના પાકને ફાયદો
વરસાદ પડતાં ખેતરમાં ઊભા કપાસ અને મગફળી સહિતના પાકને ફાયદો થયો છે. જેથી ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. સતત ત્રીજા દિવસે અમરેલી પંથકમાં વરસાદ પડતા લોકોને ગરમી અને અસહ્ય બફારામાંથી રાહત મળી છે. રાજુલાના છતડીયા, હીંડોરાણા, વડ, ખાખબાઈ સહિતના ગામોમાં વરસાદ પડ્યો છે. વરસાદને પગલે રસ્તાઓ પાણી-પાણી થઈ ગયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here