રેશનકાર્ડ પર મફતમાં ઘઉં લઇ પ્લાસ્ટીકના ડબલાના બદલામાં વેંચાણ કરતો શખ્સ ઝડપાયો

0
9686
જેતપુરમાં સરકારી ઘઉંના જથ્થાનું બારોબાર વેંચાણ. તંત્ર દ્વારા આ બાબતે ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો સરકારી ઘઉંનું જબ્બર કૌભાંડ બહાર આવવાની વકી

ગુજરાતમા કોરોના વાઇરસની મહામરી તેમજ લોકડાઉન દરમિયાન ગરીબ માણસોને મફત ઘંઉ આપવામાં આવે છે. કોઇપણ ગરીબ માણસો ભુખ્યા ન રહે તે માટે સરકાર દ્વારા ગરીબ માણસોને મફત ઘંઉનું વિતરણ કરવામાં આવે છે. પરંતુ અમુક માણસો સરકારનું ઘંઉ વિતરણનુ દુરઉપીયોગ કરી સસ્તા અનાજ પ્લાસ્ટીકના ડબલા લેવા માટે આપી દયે છે. આવુ પ્રકરણ જેતપુરના પાંચપીપળા રોડ ઉ૫ર પુરવઠા તંત્રને ધ્યાને આવતા કાયદેસરની કાર્યવાહી કરેલ છે. જેમા ઇકબાલ વાલીભાઇ પરમાર ઉ.વ.૪૪ રહે પિઠડીયા તાલુકો જેતપુરને પકડી પાડેલ છે. તે ઇકબાલ દ્વારા પ્લાસ્ટીકના ડબલા સામે ઘંઉ આપી સરકારી મફત આપેલા ઘંઉ લઇ બિલખા પહોચાડતા હોવાનુ જાણવા મળેલ છે. સૌરાષ્ટ્રમા આ મફત ઘંઉ જે કુપનમાં આપવામા આવે છે ને પ્લાસ્ટિીકના ડબલા સામે આપી દયે છે. આવો બિઝનેશ સૌરાષ્ટ્રમા ૩૦૦ ડીઝલ રીતે ચાલે છે. તેનુ મુખ્ય કેન્દ્ર જુનાગઢ જિલ્લાનુ બિલખા ગામ છે. ત્યાના રહેતા અબ્દુલભાઇને આશીફભાઇની દુકાને વેચતો હોવાનું જણાવેલ છે. ત્યા હજારો ટન સરકારના આપેલા મફત ઘંઉનું વેચાણ થાય છે. જેતપુરમા પકડી પાડેલ ઘંઉ આશરે ૪ આખા બાચકાને એક અડધુ બાચકુ મળેલ છે. આશરે ૧૫ મણ ઘંઉ પકડેલ છે. જેતપુર પુરવઠા વિભાગ દ્વારા તપાસ કરવામા આવે તો હજારોટન ઘંઉ જે સરકાર દ્વારા આપે છે તેનું મસ મોટું કૌભાંડ પકડાઇ જાય તેમ છે. અને જે લોકોએ ઘઉ ફી લઇને પ્લાસ્ટીકના ડબ્બા લઇ આપેલ છે. તેમના કુપન રદ કરવાની જેતપુર પુરવઠા કાર્યવાહી કરેલ છે. આમ બનવાની કાર્યવાહસ ડે. કલેકટર આલની સુચનાથી કરવામા આવેલ છે. જે તમામ કલેકટરને મામલતદાર દ્વારા તપાસના સૌરાષ્ટ્રમા મોડે કૌભાંડ ઝડપાય તેમ છે. તેવું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here