વડોદરા યુવાને ઇન્સ્ટાગ્રામ આઇડી પર યુવતીના ફોટોના ઉપયોગ કરીને બીભત્સ તસવીરો અપલોડ કરી, બળાત્કારની ધમકી આપી

0
334
  • વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ન્યુ સમા વિસ્તારમાં રહેતા આરોપીની ધરપકડ કરી
  • આરોપી ફરિયાદી યુવતી સાથે જ નોકરી કરે છે, આ પહેલા પણ યુવતીની છેડતી કરી હતી

વડોદરા શહેરના ન્યૂ સમા રોડ પર રહેતા યુવાને ઇન્સ્ટાગ્રામ આઇડી ઉપર યુવતીના ફોટાનો ઉપયોગ કરીને બીભત્સ તસવીરો અપલોડ કરી હતી અને ત્યારબાદ યુવતીને બળાત્કાર કરવાની ધમકી પણ આપી હતી. વડોદરા ક્રાઇમ બ્રાન્ચે આરોપી ભાર્ગવ પરમારની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

યુવતીને પોતાના જ ફોટોવાળા ઇન્સ્ટાગ્રામ આઇડી પરથી રિકવેસ્ટ આવી હતી
વડોદરાના સમા વિસ્તારમાં રહેતી વિદ્યાર્થિની શહેરની એક રેસ્ટોરન્ટમાં પાર્ટ ટાઈમ નોકરી કરે છે. દરમિયાન તેને પોતાના મોબાઈલ ફોન ઉપર પોતાના જ ફોટાવાળા ડુપ્લિકેટ ઇન્સ્ટાગ્રામ આઇડી પરથી રિક્વેસ્ટ આવી હતી. જેમાં તેના બીભત્સ ફોટા એડિટીંગ કરીને મૂકવામાં આવ્યા હતા અને મેસેજ કરી જણાવ્યું હતું કે, હું તારો બળાત્કાર કરીને તેના પર ફોટા સોશિયલ મીડિયા પર વાઈરલ કરીશ. યુવતીની ફરિયાદના આધારે વડોદરા ક્રાઇમ બ્રાન્ચની સાયબર ક્રાઇમની ટીમે આ ગુનામાં સંડોવાયેલા આરોપી ભાર્ગવ પરમાર(રહે, ન્યુ સમા રોડ, વડોદરા)ની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આરોપીએ અગાઉ પર યુવતી સાથે છેડછાડ કરી હતી
ઉલ્લેખનીય છે કે, ઇન્સ્ટાગ્રામ આઇડી ઉપર યુવતીના ફોટાનો ઉપયોગ કરીને બીભત્સ ફોટા અપલોડ કરીને બળાત્કારની ધમકી આપનાર આરોપી ભાર્ગવ પરમાર ફરિયાદી યુવતીની સાથે જ નોકરી કરે છે અને અગાઉ પણ તેને યુવતી સાથે છેડછાડ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here