મહુવા પોલીસ સ્ટેશનના ગુન્હાહીત વિશ્વસઘાત અને ઠગાઇના ગુન્હામાં નાસ્તો ફરતો આરોપી પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કોડ ભાવનગર

0
386

ભાવનગર રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક અશોક કુમાર યાદવ તથા ભાવનગર  જીલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ્પેકટર વી.વી.ઓડેદરા તથા પો.સબ.ઇન્સ..એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર વિસ્તારમાં નાસ્તા ફરતા આરોપીઓ તથા મિલ્કત સબંઘી ગુન્હા ડીટેકટ કરવા માટે સખત સુચના આપેલ.

        જે સુચના અને માર્ગદર્શન હેઠળ ભાવનગર, એલ.સી.બી. સ્ટાફનાં માણસો વરતેજ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન સંયુક્ત બાતમી રાહે હકીકત મળેલ કે, મહુવા પો.સ્ટે. પાર્ટ ‘‘એ’’ ગુ.ર.નં.૧૧૧૯૮૦૩૫૨૦૦૧૦૬/૨૦૨૦ ઇ.પી.કો. કલમ ૪૦૬,૪૦૭,૪૨૦,૧૧૪ મુજબના ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી પ્રતાપભાઇ ચંદુભાઇ સોલંકી રહે.ઇન્દીરાનગર, માર્કેટીંગ યાર્ડ પાસે, ભાવનગર વાળા આછા ભુરા કળરનુ ટીશર્ટ તથા કાળા કલરનુ પેન્ટ પહેરીને નારી ચોકડીએ રાજ ચામુંડા હોટલે ઉભેલ છે જે હકીકત આધારે પંચો સાથે બાતમી વાળી જગ્યાએ તપાસ કરતા ઉપરોક્ત હકીકતના વર્ણન વાળો ઇસમ મળી આવતા તેનુ નામઠામ પુછતા પ્રતાપભાઇ ચંદુભાઇ સોલંકી ઉ.વ.૪૧ ધંધો ટ્રાવેલ્સનો રહે.ઇન્દીરાનગર, માર્કેટીંગ યાર્ડ પાસે, ભાવનગર વાળો હોવાનુ જણાવેલ અને મજકુર ઇસમને પુછપરછ કરતા ઉપરોક્ત ગુન્હાના કામે નાસતા ફરતા હોવાની કબુલાત કરતા જે બાબતે મહુવા પો.સ્ટે. પાર્ટ ‘‘એ’’ ગુ.ર.નં.૧૧૧૯૮૦૩૫૨૦૦૧૦૬/૨૦૨૦ ઇ.પી.કો. કલમ ૪૦૬,૪૦૭,૪૨૦,૧૧૪ મુજબના મુજબનો ગુન્હો નોંધાયેલ હોય મજકુરને સદરહું ગુન્હાના કામે હસ્તગત કરીને આગળની કાર્યવાહી માટે વરતેજ પો.સ્ટે. જી. ભાવનગરને સોપી આપેલ છે.

આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં પોલીસ ઇન્સ્પેકટર વી.વી.ઓડેદરા તથા પો.સબ.ઇન્સ. એન.જી.જાડેજાની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફનાં હેડ કોન્સ. જે.આર.આહિર તથા પો.કોન્સ. તરૂણભાઇ નાંદવા તથા ભદ્રેશભાઇ પંડયા તથા નરેશભાઈ બારૈયા વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતા

અહેવાલ:- કૈશિક વાજા ,ભાવનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here