રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના PI સહિત પરિવારે કોરોનાને હરાવ્યો, ઘરે પરત ફરતા લોકોએ ફટાકડા ફોડી આતશબાજી કરી

0
452
  • PI સહિત પરિવારના 9 સભ્યોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો
  • ક્રાઈમ બ્રાન્ચ સ્ટાફ દ્વારા ફૂલહાર પહેરાવી PIનું સ્વાગત કરવામાં આવ્યું

રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના પૂર્વ PI હિતેશ ગઢવી તેમજ તેમના મોટાભાઈ જયરાજભાઈ ગઢવી સહિત પરિવારના 9 વ્યક્તિઓના રિપોર્ટ નેગેટિવ આવતા તેમને આજે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. PI સહિતના પરિવારના તમામ સભ્યો ઘરે પરત ફરતા લોકો દ્વારા તેનું ફટાકડા ફોડી સ્વાગત કરવામાં આવ્યું હતું. ફટાકડાની આતશબાજીથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.

રિપોર્ટ નેગેટિવ આવતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી
કોરોના કાળમાં રાજકોટવાસીઓની સેવામાં ખડેપગે ઉભા રહી ફરજ બજાવનારા તેમજ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની દરેક સૂચના તેમજ આદેશનું પાલન કરનારા કોરોના વોરિયર હિતેશ ગઢવી તેમજ તેમના મોટા ભાઈ જયરાજભાઈ ગઢવી હોસ્પિટલમાંથી આજે ઘરે પરત ફર્યા હતા. આથી રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના PI વિરલ ગઢવી, PSI પી.એમ. ધાખડા, PSI એસ.વી. સાખરા PSI વી.જે.જાડેજા, હેડ કોન્સ્ટેબલ એસ.પી. રાણા, ASI હરેન્દ્ર જાની, પોલીસ કોન્સ્ટેબલ વીરેન્દ્ર સિંહ, ASI નાનભા ઝાલા સહિતનાઓ દ્વારા પુષ્ગુચ્છથી તેમજ ફૂલહાર દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here