સુરત પોઝિટિવ કેસનો આંક 15,131 પર પહોંચ્યો, મૃત્યુઆંક 658 અને કુલ 11,101 દર્દી રિકવર થયા

0
246
  • સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં કોરોનાના 306 દર્દીઓ ગંભીર
  • શહેરની સાથે જિલ્લામાં પણ કેસમાં વધારો થયો, આંક 2969

સુરત મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે, સુરત શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક 15,131 પર પહોંચી ગયો છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાથી મૃત્યુઆંક 658 થયો છે. ગત રોજ શહેર અને ‌જિલ્લાના મળી કુલ 430 દર્દીઓને રજા આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં શહેર ‌જિલ્લાના કુલ 11,101 દર્દીઓને રજા આપવામાં આવી છે.

સુરત સિટીમાં 12,162 અને ગ્રામ્યમાં 2969 કેસ
સુરત શહેરમાં આજ દિન સુધીમાં 12,162 પોઝિટિવ કેસમાં 529ના મોત થયા છે. જ્યારે સુરત જિલ્લામાં આજ દિન સુધી 2969 પૈકી 129 વ્યકિતના મોત થયા છે. સુરત શહેર-જિલ્લામાં કુલ 15,131 કેસમાં 658ના મોત થયા છે. સુરત શહેરમાં અત્યાર સુધીમાં કુલ 8785 દર્દીઓને રજા આપવામાં આવી છે. જ્યારે ગ્રામ્યમાં કુલ 2316 દર્દીઓને રજા અપાઇ ચૂકી છે. સુરતમાં કુલ 11,101 દર્દી સાજા થયા છે.

શહેર જિલ્લામાં કુલ 21 દર્દી વેન્ટિલેટર પર
સુરત શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનામાં 658 વ્યક્તિઓના મોત નીપજ્યા છે. નવી સિવિલ અને કોવિડ હોસ્પિટલમાં 271 કોરોનાના દર્દી પૈકી 207 ગંભીર છે. 15 વેન્ટિલેટર, 23 બાઈપેપ અને 166 દર્દીઓ ઓક્સિજન પર છે. જ્યારે સ્મીમેરમાં સારવાર લેતા 140 પૈકી 99 દર્દીઓની હાલત ગંભીર છે. 6 વેન્ટિલેટર, 31 બાઈપેપ અને 62 ઓક્સિજન પર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here