રાજકોટમાં સવારે ઉકળાટ રહ્યા બાદ સાંજથી રાત સુધીમાં 2 ઈંચ

0
304

રાજકોટ મોડી સાંજે ઘટાટોપ વાદળ ચડી આવ્યું હતું. માત્ર રાજકોટ શહેર પર જ વરસાદ વરસાવવાનો હોય તે રીતે વાદળ છવાયું હતું અને થોડીક જ ક્ષણમાં અનરાધાર વરસાદ વરસવાનું શરૂ થયું હતું. સાંજે 6થી રાત્રે 9 વાગ્યા સુધીમાં 2 ઈંચ વરસાદ પડ્યો હતો. હવામાનના નિષ્ણાત જણાવી રહ્યા છે કે, બે દિવસ હજુ વરસાદ પડશે જો કે તે ક્રમશ: ઘટતો જશે અને ત્યારબાદ 12મી તારીખે સંભવત: ફરી એક સિસ્ટમ સક્રિય થશે.

વૃક્ષો-થાંભલા ધરાશાયી થતા ફાયરબ્રિગેડ દોડતું રહ્યું
બુધવારે સાંજે ભારે પવન સાથે પડેલા વરસાદથી અનેક વૃક્ષો અને થાંભલાનો સોથ વળી ગયો હતો. જેને દૂર કરવામાં ફાયરબ્રિગેડને આખી રાત નીકળી હતી અને સવારે પણ ક્રેન વડે માર્ગો ખુલ્લા કર્યા હતા. ગુરુવારે ફરી વરસાદ આવતા 10 વૃક્ષ પડી ગયા હતા જેને દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે. વરસાદ તેમજ ફાયર સેફ્ટીના સાધનોની ચકાસણી સહિતની કામગીરીને કારણે ફાયરબ્રિગેડનો સ્ટાફ સતત 24 કલાકથી દોડી રહ્યો છે.