રાજ્ય ભારે વરસાદની આગાહી વચ્ચે સવારથી રાજ્યમાં 43 તાલુકામાં વરસાદ, સુરતના ઉમરપાડામાં 2 કલાકમાં 3.2 ઇંચ વરસ્યો

0
280

24 કલાકમાં જૂનાગઢમાં 5.5 ઇંચ અને પોરબંદરના રાણાવાવમાં 5.4 ઇંચ વરસાદ

રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ભારે વરસાદની આગાહી વચ્ચે રાજ્યમાં શુક્રવારે વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સવારે 6થી 8 વાગ્યા સુધીમાં રાજ્યના 43 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાંથી 8 તાલુકામાં 1 ઇંચથી 3.2 ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે. જેમાં સુરતના ઉમરપાડામાં સૌથી વધુ 3.2 ઇંચ વરસાદ વરસ્યો છે. ગત 24 કલાકમાં રાજ્યના 222 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાંથી 20 તાલુકામાં 3 ઇંચ કે તેથી વધુ, 24 તાલુકામાં 2થી 3 ઇંચ સુધી અને 46 તાલુકામાં 1થી 2 ઇંચ સુધી વરસાદ નોંધાયો છે. ગત 24 કલાકમાં સૌથી વધુ વરસાદ જૂનાગઢમાં 5.5 ઇંચ નોંધાયો છે.

સવારના 6થી 8 વાગ્યા સુધીનો વરસાદ

જિલ્લોતાલુકોવરસાદ(ઇંચમાં)
સુરતઉમરપાડા3.2
જૂનાગઢકેશોદ2.8
સુરતમાંગરોળ2.3
નર્મદાડેડિયાપાડા1.7
સુરતસુરત શહેર1.4
સુરતકામરેજ1.4
સુરતઓલપાડ1.2
નર્મદાસાગબારા1
ધોધમાર વરસાદથી જૂનાગઢમાં જાણે કે રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવુ દ્રશ્ય

24 કલાકમાં સૌથી વધુ વરસાદ નોંધાયો તેવા તાલુકા

જિલ્લોતાલુકોવરસાદ(ઇંચમાં)
જૂનાગઢજૂનાગઢ5.5
જૂનાગઢજૂનાગઢ શહેર5.5
પોરબંદરરાણાવાવ5.4
પોરબંદરપોરબંદર4.6
પોરબંદરકુતિયાણા4.4
નવસારીનવસારી4.4
રાજકોટજેતપુર4.4
દેવભૂમિ દ્વારકાકલ્યાણપુર4.3
દેવભૂમિ દ્વારકાભાણવડ4.3
અમરેલીરાજુલા4.2

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here