પંજાબ કોંગ્રેસ પ્રમુખ નવજોત સિંહ સિદ્ધુએ ફિરોઝપુર જતી વખતે પ્રધાનમંત્રી મોદીની સુરક્ષામાં થયેલી ચૂક મામલે કટાક્ષ કરતા નિવેદન આપ્યું છે કે, ખેડૂત આંદોલન દરમ્યાન દિલ્હીની સરહદો પર ખેડૂતો એક વર્ષથી પણ વધુ સમય માટે ભૂખ તરસ વેઠી બેસી રહ્યા હતા અને ખૂબ રાહ જોવી પડી હતી પણ પ્રધાનમંત્રી મોદીને 15 મીનિટ રાહ જોવી પડી તો, તેમને તકલીફ થઈ ગઈ છે આવા બેવડા માપદંડો ભાજપ કેમ રાખે છે તે સમજાતું નથી. પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજોતસિંહ સિદ્ધુ એ જણાવ્યું કે હકીકત કઈક બીજી છે જેમાં ફિરોઝપુરમાં યોજાનારી રેલીમાં ખુરશીઓ ખાલી હતી અને ધ્યાન બીજે દોરવા માટે સુરક્ષાનો મુદ્દો ઉઠાવાઈ રહ્યો છે. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ સિધ્ધુ દ્વારા આડકતરી રીતે નિવેદન કર્યું હતું કે, પીએમ મોદીની સભામાં ખુરશીઓ ખાલી હતી અને તેના કારણે સભા નિષ્ફળ જાય તેવી સ્થિતી હતી.એટલે સુરક્ષાનુ બહાનુ કાઢીને સભામાં હાજર રહેવાનુ ટાળી દેવાયુ હતુ. આમ સિધ્ધુ એ ભાજપ ને સુરક્ષા મુદ્દે પોતાનું નિવેદન આપ્યું હતું.