ભૂજમાં ‘આપના’ કાર્યકર્તાઓની ઈમરાન ખાનના પૂતળા દહન વખતે ધરપકડ

0
325
પાકિસ્તાન વિરૂધ્ધ સુત્રોચ્ચાર કરાયા: ધરપકડ બાદ છૂટકારો

અતિ સંવેદનશીલ ગણાતા સરહદી કચ્છનો સિરક્રિક વિસ્તાર અને સૌરાષ્ટ્રના જૂનાગઢ, માણાવદર વિસ્તારની અંકુશ રેખા પાકિસ્તાને પોતાના નકશામાં દર્શાવી દેતા તેના પ્રત્યાઘાતો સમગ્ર ભારત દેશમાં જોવા મળી રહ્યાં છે ત્યારે આજે ભુજ શહેરના જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે યોગેશ પોકારનાં નેજા હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના કાર્યકરોએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરીને પાકિસ્તાન અને પડોશી દેશના વડાપ્રધાન ઇમરાન ખાન વિરુદ્ધ સુત્રોચાર કર્યા હતાં ઇમરાન ખાનના પુતળાનું દહન કરવા સમયે જાહેરમાં પુતળાનું દહન ન કરવું કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે ધ્યાને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો  ત્યારે પાર્ટીના કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કરવોએ ભારતના નાગરીકોનો હક્ક હોવાની વાત કરી હતી અને કાયદાનું ઉલ્લંઘન ન થાય તેમાટે આમઆદમી પાર્ટીના કાર્યકરોની ધરપકડ કરવામાં આવી હતી ત્યારે યોગેશ પોકાર સહિતના કાર્યકરોએ પાકિસ્તાનની આ ચાલ ભારતમાં ક્યારેય સફળન નહિ થાય અને આવનારા દિવસોમાં સમગ્ર ગુજરાતમાં કાર્યક્રમો આપવા સહિતની વાત કરી હતી ત્યારે પશ્ચિમ કચ્છ જિલ્લા પ્રભારી યોગેશ પોકાર જિલ્લા સંગઠન મંત્રી ગીરીરાજ સિંહ જાડેજા ,સહ સંગઠન મંત્રી લાલજીભાઈ ઠાકોર જિલ્લા યુવા પ્રમુખ ચિંતનભાઈ ઠક્કર, ભુજ શહેર મહામંત્રી જયદીપ સિંહ જાડેજા નખત્રાણા તાલુકા પ્રમુખ રવીભાઇ પોકાર, નખત્રાણા તાલુકા યુવા પ્રમુખ જયદીપ સિંહ જાડેજા, સક્રિય કાર્યકર અશોકભાઈ લીંબાણી, ચંદુભાઈ પરમાર, વિમલભાઈ પટેલ , અબડાસા તાલુકા યુવા પ્રમુખ હમીદ મંધરા ,ભુજ વોર્ડ નં ૩ ક્ધવીનર વાલજીભાઈ વાધેલા તેમજ બહોળી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યાં હતાં અને પૂતળા દહન પહેલાજ ભુજ બી ડિવિઝન પોલીસે આ કાર્યકરોની ધરપકડ કરી હતી ત્યારબાદ તેમનો છુટકારો થયો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here