જામનગર જિલ્લામાં ફરી મેઘમરાજાની મહેર

0
288
સપ્તાહના ઉકળાટ બાદ ફરી મેઘાવી માહોલથી આનંદ જામનગરમાં મોડીરાત્રી સુધી ઝરમર અડધો ઈંચ વરસ્યો ધુતારપુર, મોટાખડબામાં બે, મોટાવડાળા, ભારાબેરાજામાં દોઢ, કાલાવડમાં સવા, નવાગામ, પાંચ દેવડા, જોડીયા, લાલપુરમાં એક-એક ઈંચ ભારે ગાજવીજ, તોફાની પવન સાથે અડધાથી બે ઈંચ સાર્વત્રિક વરસાદ

જામનગર શહેર અને જિલ્લામાં ગઈકાલે ફરીથી મેઘાવી માહોલ બંધાયો છે અને રાત્રિના સમયે ભારે ગાજવીજ અને તોફાની પવન પછી વરસાદ શરૃ થયો હતો અને અડધાથી બે ઈંચ જેટલો સાર્વત્રિક વરસાદ થયો છે. ઉપરાંત આજે પણ સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ છે, અને છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે.

જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લા એક સપ્તાહના ઉકળાટભર્યા વાતાવરણ પછી ગઈકાલે સાંજે હવામાન પલટાયું હતું અને સૌ પ્રથમ જામનગર જિલ્લાના કાલાવડ, ધ્રોળ અને જોડિયા પંથકમાં ધીમીધારે વરસાદ શરૃ થઈ ગયો હતો. ત્યારપછી મોડી રાત્રે જામનગરમાં હવામાન પલટાયું હતું અને આકાશમાં ભારે ગાજવીજ સાથે તોફાની પવન ફૂંકાયો હતો. જેની સાથે વરસાદ શરૃ થયો હતો.

મોડી રાત્રિ સુધી ઝરમર ઝરમર વરસાદ ચાલુ રહ્યો હતો. જામનગર શહેરમાં અડધો ઈંચ પાણી પડી ગયું. આ ઉપરાંત જામનગર જિલ્લાના કાલાવડમાં ૩૧ મી.મી., જોડિયામાં ર૩ મી.મી., લાલપુરમાં રર મી.મી., ધ્રોળમાં ૧ર મી.મી., જામજોધપુરમાં બે મી.મી. વરસાદ થયો હતો. જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં પણ હળવોથી ભારે વરસાદ પડ્યો છે. જેમાં લાલપુર તાલુકાના મોટા ખડબા ગામમાં પર મી.મી. અને ભણગોરમાં ૮ મી.મી. વરસાદ પડ્યો હતો. જામનગર તાલુકાના ધુતારપુરમાં ૪ર મીમી, જામવંથોલી અને અલિયાબાડામાં ૧૦-૧૦ મીમી વરસાદ થયો હતો તથા ફલ્લામાં ૭ મીમી અને વસઈમાં બે મીમી છાંટા પડ્યા હતાં. કાલાવડ તાલુકાના ગ્રામ્ય પંથકમાં સારો વરસાદ થયો છે. જેમાં મોટા વડાળામાં ૪૦ મી.મી., ભ. બેરાજામાં ૩પ મી.મી., નિકાવા અને ખરેડીમાં ૩૦-૩૦ મી.મી., નવાગામમાં રપ મી.મી., મોટા પાંચદેવડામાં ર૦ મી.મી. વરસાદ થયો હતો. જામજોધપુર તાલુકાના ધુનડામાં ૩૮ મીમી, જામવાડી અને વાંસજાળિયામાં ર૧-ર૧ મીમી, શેઠવડાળામાં ૧૮ મીમી, પરડવામાં ૧૭ મીમી, સમાણા અને ધ્રાફામાં ૧પ-૧પ મીમી વરસાદ થયો હતો.

સિદસર પાસેની વેણુ નદીના પુલ પર અવરજવર પ્રતિબંધ

જામજોધપુરના સિદસર ગામ પાસેથી પસાર થતી વેણુ નદી પર આવેલ રાજાશાહી વખતનો જુનો મેજર બ્રીજ હાલ ભારેથી અતિભારે વરસાદને કારણે નુક્સાન થઈ અને જર્જરિત બની ચૂક્યો છે, ત્યારે આ બ્રીજ પરથી વાહન પસાર કરવા હિતાવહ ન હોવાથી જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી રવિશંકર દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯પ૧ ની કલમ ૩૩(૧)(ખ) હેઠળ મળેલ સત્તાની રૃઈએ જામજોધપુર તાલુકાના સિદસર ગામ પાસેથી પસાર થતી વેણુ નદી પર આવેલ જુના રાજાશાહી વખતના મેજર બ્રીજ ઉપરથી અવરજવર કરવા માટે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. અવરજવર માટેની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં અવોલ છે. જે મુજબ જામજોધપુરથી પાનેલી તરફ જવા માટે વૈકલ્પિક રસ્તા તરીકે જામજોધપુર-ધ્રાફા-વાલાસણ-પાનેલી રોડનો ઉપયોગ કરવાનો રહેશે. આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર વ્યક્તિ અધિનિયમની કલમ-૧૩૧ મુજબ શિક્ષાને પાત્ર થશે.

કોઝવેમાં માતા પુત્રી ડૂબ્યા માતાનો બચાવ: પુત્રીનું મોત

૩ કલાકની જહેમત બાદ પુત્રીનો મૃતદેહ મળ્યો

જામજોધપુરના સિદસર ગામ પાસેથી પસાર થતી વેણુ નદી પર આવેલ રાજાશાહી વખતનો જુનો મેજર બ્રીજ હાલ ભારેથી અતિભારે વરસાદને કારણે નુક્સાન થઈ અને જર્જરિત બની ચૂક્યો છે, ત્યારે આ બ્રીજ પરથી વાહન પસાર કરવા હિતાવહ ન હોવાથી જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી રવિશંકર દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯પ૧ ની કલમ ૩૩(૧)(ખ) હેઠળ મળેલ સત્તાની રૃઈએ જામજોધપુર તાલુકાના સિદસર ગામ પાસેથી પસાર થતી વેણુ નદી પર આવેલ જુના રાજાશાહી વખતના મેજર બ્રીજ ઉપરથી અવરજવર કરવા માટે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. અવરજવર માટેની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં અવોલ છે. જે મુજબ જામજોધપુરથી પાનેલી તરફ જવા માટે વૈકલ્પિક રસ્તા તરીકે જામજોધપુર-ધ્રાફા-વાલાસણ-પાનેલી રોડનો ઉપયોગ કરવાનો રહેશે. આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર વ્યક્તિ અધિનિયમની કલમ-૧૩૧ મુજબ શિક્ષાને પાત્ર થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here