વડોદરામાં 30 વર્ષની યુવતી સહિત વધુ 5 દર્દીના મોત, કેસની કુલ સંખ્યા 5256 થઇ, 4029 દર્દી રિકવર થયા

0
257

વડોદરામાં હાલ 1126 એક્ટિવ કેસ છે, જે પૈકી 144 દર્દી ઓક્સિજન અને 57 દર્દી વેન્ટીલેટર ઉપર છે

વડોદરા શહેરમાં કોરોના વાઈરસની સારવાર દરમિયાન મધ્યપ્રદેશના ઉજ્જૈનની 30 વર્ષીય યુવતી સહિત આજે 5 દર્દીના મોત થયા છે. સરકારની ગાઇડલાઇન પ્રમાણે તમામ દર્દીઓની અંતિમ વિધિ કરવામાં આવી હતી.

મૃતકોની ઉંમર અને વિસ્તારના નામ
-મધ્યપ્રદેશના ઉજ્જૈનની 30 વર્ષીય યુવતીનું મોત
-દિનેશ મિલ વિસ્તારના 48 વર્ષીય વ્યક્તિનું મોત
-કિશનવાડીના 82 વર્ષીય વૃદ્ધનું મોત
-વડોદરાના 41 વર્ષીય વ્યક્તિ મોત
-ખંડેરાવ માર્કેટ વિસ્તારના 80 વર્ષીય વૃદ્ધનું મોત

વડોદરામાં કેસની કુલ સંખ્યા 5256 થઇ
વડોદરા મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે વડોદરા શહેર અને જિલ્લામાં કોરોના વાઈરસના પોઝિટિવ કેસનો કુલ આંક 5256 પર પહોંચી ગયો છે અને સત્તાવાર મૃત્યુઆંક 101 થયો છે. અત્યાર સુધીમાં કુલ 4029 દર્દી રિકવર થયા છે. હાલ 1126 એક્ટિવ કેસ છે, જે પૈકી 144 દર્દી ઓક્સિજન ઉપર અને 57 દર્દી વેન્ટીલેટર ઉપર છે અને 925 દર્દીની હાલત સ્થિર છે.

શહેરના આ વિસ્તારોમાંથી ગુરૂવારે કેસ નોંધાયા
તરસાલી, પ્રતાપનગર, આજવા રોડ, અલકાપુરી, રાજમહેલ રોડ, વારસીયા, માંજલપુર, વાસણા, અકોટા, દંતેશ્વર, વાઘોડિયા રોડ, ગોત્રી, સમા, અટલાદારા, ગોરવા, છાણી, સુભાનપુરા, હરણી, માણેજા, તાંદલજા, મકરપુરા, ઓ.પી.રોડ, દિવાળીપુરા

ગ્રામ્યના આ વિસ્તારમાંથી ગુરૂવારે કેસ સામે આવ્યા
ગ્રામ્યઃ- પાદરા, કણજટ, કરજણ, કોયલી, પોર, સાવલી, ડભોઇ
અન્યઃ- આણંદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here