રાજકોટ હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી ફેલાયેલી છે. જેથી ભારત સરકારે કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખી અનલોક-3 જાહેર કર્યું છે. જે સમય દરમિયાન નિયમો સાથે ઘણી છૂટછાટ આપવામાં આવી છે. આ નિયમોનું ચુસ્તપણે પાલન થાય તે માટે રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ સાહેબના માર્ગદર્શન હેઠળ રાજકોટમાં અલગ અલગ જગ્યાએ ચુસ્ત પણે તપાસ કરવામાં આવી રહી છે.
જેમા રાજકોટ શહેરમાં આવેલ ચા-પાન ની દુકાનો થળા તથા ધંધાના સ્થળોએ જ્યાં સંચાલકો\ માલિકો દ્વારા આવતા ગ્રાહકોને એકઠા કરી ધંધા રોજગાર ચલાવી ભીડ એકઠી કરવામાં આવે છે. જેના કારણે કોરોના વાયરસ ફેલાવાની સક્યતા વધી રહી છે. જેથી ચા-પાનની દુકાન થળા, ધંધના સ્થળો તેના સંચાલકો\માલીકો જે સરકારની માર્ગદર્શિકા તથા રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ સાહેબ દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામાનો ચુસ્તપણે પાલન કરે તે માટે ડી.સી.બી. પો.સ્ટે. ની અલગ અલગ ટીમો બનાવી રાજકોટ શહેરમાં આવેલ તમામ ચા-પાનની દુકાન થળા, ધંધના સ્થળોએ ચેકીંગની કામગીરી કરવામાં આવી હતી.
જેમાં નીચે જણાવેલ ચા-પાન ની દુકાનો થળા તથા ધંધાના સ્થળોએ જ્યાં ભીડ એકઠી થતી હોય જેના સંચાલકો\ માલિકો નિયમોનું પાલન ન કરતા તેઓ વિરૂદ્ધ કારયદેસરની કાર્યવાહી કરી કુલ-8 ગુન્હાઓ દાખલ કરવામાં આવ્યા છે. જેની વિગત નીચે મુજબ છે.
