સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની PGની સેમેસ્ટર-2ની પરીક્ષાનો 27 ઓગસ્ટથી પ્રારંભ થશે

0
276

MA અને M.comનો એક્સર્ટનલ અભ્યાસ કરતા સેમેસ્ટર-2ના વિદ્યાર્થીઓ નજીકનું પરીક્ષા કેન્દ્ર પસંદ કરી શકશે

રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની PGની સેમેસ્ટર-2ની પરીક્ષાનો 27 ઓગસ્ટથી પ્રારંભ થશે. MA અને M.comના એક્સર્ટનલ અભ્યાસક્રમમાં અભ્યાસ કરતા સેમેસ્ટર-2ના વિદ્યાર્થીઓને કોરોનાની મહામારીને કારણે પરીક્ષા આપવા માટે નજીકનું પરીક્ષા કેન્દ્ર પસંદ કરવાનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય કુલપતિ અને ઉપકુલપતિ દ્વારા લેવામાં આવ્યો છે. અક્સર્ટનલ વિદ્યાર્થીઓ પોતાના લોગઈન આઈડીમાંથી પોતાની નજીકનું પરીક્ષા કેન્દ્ર 8થી 13 ઓગસ્ટ સુધીમાં પસંદ કરી શકશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની PGની સેમેસ્ટર-2ની તમામ પરીક્ષાઓનો 27 ઓગસ્ટથી પ્રારંભ થશે.

હું સ્વસ્થ છું તેવું ડેક્લેરેશન દરેક પરીક્ષાર્થી પાસે ભરાવાશે
સૌરાષ્ટ્ર યુનિ. દ્વારા 4 ઓગસ્ટથી વિવિધ શાખાની પરીક્ષા શરૂ થઈ છે. કુલ 12 હજારથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યાં છે. સૌરાષ્ટ્રના 5 જિલ્લામાં 66 પરીક્ષા કેન્દ્ર ખાતે બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા માટે CCTVથી વોચ રાખવામાં આવી રહી છે અને 50 જેટલા કેન્દ્ર પર દરરોજ ઓબ્ઝર્વર મુકવામાં આવ્યા છે. દરેક પરીક્ષા કેન્દ્ર પર વિદ્યાર્થીઓ માટે માસ્ક અને સેનિટાઇઝર ફરજીયાત કરાયા છે. પરીક્ષામાં પ્રથમ વખત ‘હું સ્વસ્થ છું’ તેવું ડેક્લેરેશન દરેક પરીક્ષાર્થી પાસે ભરાવવામાં આવી રહ્યું છે. પરીક્ષા પહેલા અને પછી દરરોજ પરીક્ષા કેન્દ્રોને સેનિટાઇઝ કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here