સંગીત એટલે સંસ્કૃતિનો આત્મા. પ્રકૃતિ પાસે નાદ છે, પણ જ્યારે તે સંસ્કૃતિમાં પલટાય છે ત્યારે તેમાં માધુર્ય ઉમેરાતા જે બને છે તે છે સંગીત.આજના આધુનિક યુગમાં પશ્ચિમી સંગીતના ડી.જે તાલ સાથે ભારતીય ઇતિહાસ સાથે જોડાયેલા લોક સંગીતને જાળવી રાખવા તેમજ બારોટ સમાજના લોકો સંગીત પ્રત્યે રુચિ કેળવાય તેવો સરકારનો અભિગમ સાથેના હેતુસર રાજકોટના હેમુ ગઢવી નાટ્ય હોલમાં લોકસંગીત શિબિરનું આયોજન યુવક અને સેવા સાંસ્કૃતિક વિભાગ ગાંધીનગર દ્વારા અને રમત ગમત અધિકારી રાજકોટના માર્ગદર્શન હેઠળ ૧ ફેબ્રુઆરી ૨૦૨૨ થી ૧૦ ફેબ્રુઆરી ૨૦૨૨ દસ દિવસીય બારોટ સમાજનું લોકસંગીત શિબિરનું આયોજન કરાયું હતું. લોકસંગીત શિબિરમાં ૩૦ શિબીરાર્થીઓને લોકગીતો,દુહા,છંદ,અને રાવણ હથ્થાની સુંદર રીતે બારોટ સમાજના પાંચ લોક સંગીતના તજજ્ઞો અરવલ્લીના મોડાસા સાકરિયા ગામના અમૃતભાઈ બારોટ,જૂનાગઢ ના પૂનમ બારોટ,બરવાળા ( સુરેન્દ્રનગર)ના વર્ષા બારોટ , પાલનપુરનાગોવિંદ બારોટ અને મહીસાગરના વિજાનંદ બારોટ દ્વારા સંગીતની તાલબદ્ધ તાલીમ આપી હતી. લોકસંગીત શિબિરમાં જાણીતા હાસ્ય કલાકાર સાંઈરામના પિતા વિષ્ણુપ્રસાદજી મહારાજ ગંગોત્રી ધામ રાજકોટ( કબીરવાણી ગાયક)દ્વારા શિબીરાર્થીઓને આશીર્વચન પાઠવ્યા હતા.૧૦ દિવસીય યોજાયેલ લોકસંગીત શિબિર રાજકોટ રમતગમત અધિકારી જાડેજાના માર્ગદર્શન હેઠળ ભારતીય સંસ્કૃતિનો વારસો ગણાતા લોક સંગીત શિબિરને પૂર્ણ કરી હતી.
અહેવાલ :જગદીશ પ્રજાપતિ (અરવલ્લી)