કેન્દ્ર સરકારની કોરોના ગાઇડ લાઇનથી રાજયના આરોગ્ય સચિવ જયંતી રવિ ‘અજાણ’

0
275
કોરોના બ્લાસ્ટ ન થાય તો જ આશ્ચર્ય આરોગ્ય મંત્રીના બદલે પ્રજાના પ્રશ્નોના મિડીયા સમક્ષ જવાબ આપવા આવેલા જયંતી રવિના ઉડાઉ પ્રત્યુતરથી વિવાદ રાજકોટ સિવિલમાં ૧૧૦૦ મૃતદેહના કોવિડ ટેસ્ટ વિના થયા પોસ્ટમોર્ટમ! ‘ખાળે ડુચા અને દરવાજા મોકળા’ની જેમ આઇસીએમઆરની ગાઇડ લાઇનને હોસ્પિટલ તંત્ર ઘોળીને પી ગયું

કોરોનાને આગળ વધતો અટકાવવા અને અવનેશ માટે કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલી ગાઇડ લાઇન શુ છે તે અંગે તદન અજાણ રાજયના આરોગ્ય સચિવ જયંતી રવિ દ્વારા રાજકોટની મુલાકાત દરમિયાન પત્રકારોને આપેલા ઉડાઉ જવાબથી વિવાદ સર્જાયો છે. અપમૃત્યુના કેસમાં કોરોનાને કંઇ લેવા દેવા જ ન હોય તે રીતે જયંતી રવિના પ્રત્યુતરથી પત્રકાર પરિષદ અને હોસ્પિટલના જવાબદાર તબીબો આશ્ચર્ય ચકિત સાથે સૌથી મોટી કમનશીબી ગણાવવામાં આવી છે.

સમગ્ર વિશ્વ કોરોના વાયરસથી બચવા ઝઝુમી રહ્યો છે. કોરોના મહામારીને આગળ વધતી અટકાવવા માટે કેન્દ્ર સરકારની આઇસીએમઆર દ્વારા જાહેર કરાયેલી ગાઇડ લાઇન મુજબ દેશની તમામ હોસ્પિટલ અને મેડિકલ કોલેજ દ્વારા થતા પોસ્ટમોર્ટમ પૂર્વે મૃતકનો કોવિડ ટેસ્ટ કરવો ફરજીયાત કરાવવાનો મહત્વનો નિર્ણય લીધો છે. રાજકોટમાં કોરોનાની દર્દીઓમાં થયેલા વધારાના પગલે રાજકોટ કોવિડની મુલાકાતે આવેલા આરોગ્ય સચિવ જંયતિ રવિએ કોરોના અંગે ચાલતી સારવાર અને અવરનેશ અંગે શુ કામગીરી કરવામાં આવી તે અંગે પત્રકાર પરિષદમાં પ્રજાના પ્રશ્ર્નોના જવાબ આપવા આવેલા આરોગ્ય સચિવ જંયતી રવિને ‘આઇસીએમઆર દ્વારા અપમૃત્યુના કેસમાં શુ ગાઇડ લાઇન છે તે અંગે પૂછાયેલા પ્રશ્ર્નના જવાબમાં આવા મૃતકને કોરોના ન હોય તેવો જવાબ આપી પોતે આઇસીએમઆરની ગાઇડ લાઇનથી તદન અજાણ છતી થઇ હતી. આથી આરોગ્ય સચિવ જયંતી રવિ આઇસીએમઆરની ગાઇડ લાઇન શુ છે તે અંગે પત્રકાર દ્વારા ફરી પ્રશ્ર્ન પુછવામાં આવ્યો હતો અને તેઓ આ અંગે જાણે છે કે કેમ તે અંગે સ્પષ્ટ કરવાના બદલે જયંતી રવિએ ‘નેકસ્ટ ટાઇમ’ કહી ચાલતી પકડી હતી. રાજકોટની સિવિલ હોસ્પિટલના તંત્ર દ્વારા ગુનાહીત બેદરકારી દાખવી છેલ્લા ચાર માસમાં ૧૧૦૦ જેટલા મૃતદેહના કોવિડ ટેસ્ટ વિનાજ પોસ્ટમોર્ટમ કરી નાખવામાં આવ્યા છે. રાજકોટમાં એકાએક કોરોના પોઝિટીવ કેસનું પ્રમાણ વધવા પાછળનું આ પણ એક કારણ હોય શકે તેમ હોસ્પિટલ તંત્રમાં ચાલતી ચર્ચાએ ચકચાર જગાડી છે.

કોરોના મહામારીને અટકાવવા કેન્દ્ર સરકાર દ્વારા જરૂરી પગલા લીધા હતા જેમાં મોતનું ચોકકસ કારણ જાણવા માટે અને પોલીસ તપાસ માટે પણ પોસ્ટમોર્ટમ જરૂરી હોવાથી સરકારી હોસ્પિટલ અને મેડિકલ કોલેજ દ્વારા મૃતકના પોસ્ટમોર્ટમ કરાવવા જરૂરી છે ત્યારે મૃતક ગમે તે કારણોસર થયું પરંતુ તેનું કોરોના ટેસ્ટ કરવો ફરજીયાત કરવામાં આવ્યો છે.

મૃતકનો રિપોર્ટ પોઝિટવ આવે અથવા કોરોનાના લક્ષણ જોવા મળે તેવા કેસમાં પોસ્ટમોર્ટમ કર્યા વિના જ ડેથ સર્ટીફિકેટ આપવામાં આવે છે. અને તેની ખાસ તકેદારી સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. આઇસીએમઆરની આ રીતે સ્પષ્ટ ગાઇડ લાઇન હોવા છતાં રાજકોટની હોસ્પિટલમાં છેલ્લા ચાર માસમાં કુદરતી મોત, અકસ્માતના બનાવ, આપઘાતના બનાવ, ખૂન, બીમારી સબબ થયેલા ૧૧૦૦ જેટલા મોતના કિસ્સામાં કોવિડ ટેસ્ટ વિના જ પોસ્ટમોર્ટમ કર્યા વિના ગુનાહીત બેદરકારી દાખવી છે. હોવા છતાં આરોગ્ય સચિવ જરૂરી સુચન કરવાના બદલે બેજવાબદાર જેવા વર્તનથી તબીબી સ્ટાફ પણ વિમાસણમાં મુકાયો છે.

અપમૃત્યુના કેસમાં મૃતકને કોરોના પોઝિટવ હોય ત્યારે પોસ્ટમોર્ટમ કરનાર સ્ટાફ અને મૃતકના પરિવારને કોરોના પોઝિટીવનો ચેપ લાગુ પડે તેવી દહેશત સાથે ફફડાટ મચી ગયો છે.

કોરોનાનો કાળો કહેર  ૧૨ના મોત, ૫૨ પોઝિટિવ

રણકોટમાં કોરોના દિવસે ને દિવસે નવા રેકોર્ડ કરે છે ત્યારે બીમારીની મહામારીને અટકવા આઈસીએમઆરની ગાઈડલાઈનથી અજાણ આરોગ્ય સચિવ મુલાકાતે આવ્યા હતા.

રાજકોટમાં કોરોના કાળમુખો બનતો જાય છે ત્યારે શહેરની કોવિડ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા વધુ ૧૨ કોરોનાગ્રસ્ત દર્દીઓના મોત નિપજ્યા છે. અને રાજકોટ શહેરમાં વધુ રેકોર્ડબ્રેક ૫૨ પોઝિટિવ મેસ નોંધાતા કુલ આંક ૧૬૦૦ને પાર પહોંચ્યો છે.

રાજકોટમાં ગઈ કાલે રાતથી અત્યાર સુધી રાજકોટના ૭ સહિત વધુ ૧૨ દર્દીઓને ભરખી ગયો છે. જેમાં રાજકોટના આજીડેમ પાસે રહેતા  મંગાભાઈ લક્ષમણભાઇ ગોહિલ (૬૧)  રણછોડનગરના રામભાઈ રાઘવજીભાઈ કાપડીયા (૮૧), સત્યમપાર્કના માલુબેન રઘુભાઇ (૫૮), સુભાસનગરના જયાબેન નાનજીભાઈ પરમાર (૫૫), રણછોડનગરના મનીષભાઈ ગુલાબભાઇ સવાણી (૪૦), લક્ષ્મીવાડી મેઈન રોડ પરના હિતેષભાઈ પ્રભાશંકર ઉપાધ્યાય (૪૭), જંગલેશ્વરના હાજીભાઈ ઇસ્માઇલભાઈ પરમાર (૭૦)નું મોત નિપજ્યું છે. જ્યારે અન્ય ગ્રામ્ય વિસ્તારના ધ્રાંગધ્રાના ગોમતીબેન પરસોતમભાઇ જાદવ (૫૦), જેતલસર સતારભાઈ ઇસ્માઇલભાઈ બેલીમ (૭૦), જામકંડોરણા દૂધીબેન દેવશીભાઇ ગજેરા (૭૫) ધીરાજીના  શાંતાબેન વેલજીભાઇ હડિયા (૬૦) અને જામજોધપુરના પીનાબેન જીતેન્દ્રભાઈ વૈષ્ણવ (૬૨) કોરોના સામેની જંગ હારી જતા તેમના મોત નિપજ્યા છે.

રાજકોટ શહેરમાં ગઈ કાલ સાંજથી અત્યાર સુધી કોરોનાએ ફિફટી નોંધાવી છે. વધુ ૫૨ કોરોના પોઝિટિવ કેસ રાજકોટમાં નોંધાતા કુલ કેસનો આંક ૧૬૦૦ને પાર પહોંચ્યો છે. સુપરસપ્રેડ અને ટેસ્ટ ની સંખ્યા વધતા કોરોના પોઝિટિવિટી રેટ પણ વધવા જઈ રહ્યો છે

આરોગ્ય સચિવ પ્રજાના પ્રશ્નોના જવાબ આપવાના બદલે ચાલતી પકડી

સરકારી અમલદાર પ્રજાનો નોકર છે અને જવાબ આપવા તેની ફરજ બને છે

કોરોના વાયરસ બેકાબુ બની કોરોના પોઝિટીવ દર્દીઓમાં ઉતરોતર વધારો થઇ રહ્યો છે. ત્યારે આરોગ્ય સચિવ જયંતી રવિ આઇસીએમઆરની ગાઇડ લાઇન અંગે અજાણ હોવાનું છતું થતા શોભ અનુભવવાના બદલે પત્રકાર પરિષદમાં પ્રજા વતી પત્રકારો દ્વારા પુછાતા પ્રશ્ર્નોના જવાબ આપવાનું ટાળી ચાલતી પકડી હતી. આરોગ્ય મંત્રીના બદલે આરોગ્ય સચિવ પત્રકાર પરિષદ યોજી રહ્યા છે. આરોગ્ય સચિવ પ્રજાના નોકર છે તેઓએ જવાબ આપવા પત્રકાર પરિષદ અધવચ્ચે પડતી મુકી ચાલતી પકડી હતી. પ્રજાના પ્રતિનિધિના બદલે સરકારની ગાઇડ લાઇનથી અજાણ પ્રજાના નોકરને આગળ ધરી દેવામાં આવે છે.

આઇએમસીઆરની ગાઇડ લાઇન સાચી કે આરોગ્ય સચિવ?

કોરોના મહામારી અંગે કેન્દ્ર સરકારની આઇએમસીઆરની ગાઇડ લાઇન તેમાં સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું છે કે, અપમૃત્યુના કેસમાં કોરોના રિપોર્ટ કર્યા બાદ પુરી તકેદારી સાથે પોસ્ટમોર્ટમ કરવું અને તેનો રિપોર્ટ આવ્યા બાદ જ તેના અંતિમ સંસ્કાર કંઇ રીતે કરવા તે અંગેનો નિર્ણય કરવો તેમ સ્પષ્ટ જણાવી અપમૃત્યુના કેસમાં પોસ્ટમોર્ટમ ન કરી ડેથ સર્ટીફિકેટ આપવાની પણ તબીબને સતા આપવામાં આવી છે. તેમ છતાં રાજયના આરોગ્ય સચિવ જયંતી રવિ તદન અજાણ હોય તે રીતે અપમૃત્યુના કેસમાં કોરોના ન હોવાનું ગણાવી પત્રકારોના જબાવ દેવાનું ટાળ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here