માળીયાના ભીમસર ચોકડી નજીક ટ્રેલર અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત : ત્રણ લોકોના મોત

0
274

માળીયા કચ્છ નેશનલ હાઈવે ઉપર ટ્રેલર ક્રેટા કાર સાથે ધડાકાભેર અથડાતા ગમખ્વાર અકસ્માત: હાઈવે મરણ ચીસોથી ગુંજી ઉઠ્યો :૨ વ્યકિતને ઈજાઓ પહોચતા મોરબી ખસેડાયા

માળીયામિંયાણા સ્ટેટ હાઇવે પર ભીમસર ચોકડી નજીક આજે બપોરે ટ્રેલર અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા ત્રણના મોતથી અરેરાટી વ્યાપી ગઈ હતી અને હાઈવે મરણ ચીસોથી ગુંજી ઉઠ્યો હતો ટ્રેલર કાર સાથે ધડાકાભેર અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં કારનો બુકડો બોલી જતા ઘટનાસ્થળે બેના અને સારવાર દરમિયાન વધુ એકનુ મોત નિપજતા મૃત્યુઆંક ત્રણ થયો હતો જ્યારે આ અકસ્માતમાં બે વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ હોય જેને મોરબી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પ્રાપ્ત વિગત અનુસાર આજે બપોરના સુમારે માળીયા કચ્છ સ્ટેટ હાઈવે પર ભીમસર ચોકડી નજીક પુરપાટ ઝડપે આવતા ટ્રેલર અને કાર ધડાકાભેર અથડાયા હતા જેના કારણે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો આ ગંભીર અકસ્માતમાં કારનો બુકડો બોલી જતા ૩ના મોત થયા હતા જેમા એકનુ ઘટનાસ્થળે અને બીજા વ્યક્તિને હોસ્પિટલ લઈ જતી વેળાએ રસ્તામાંજ પ્રાણપંખેરૂ ઉડી ગયુ હતુ જ્યારે અન્ય એકનુ સારવાર દરમિયાન મોત નિપજતા મૃત્યુઆંક ૩ પર પહોંચતા અરેરાટી વ્યાપી ગઈ હતી તેમજ બે વ્યકિતઓ સારવાર હેઠળ હોય આ ભયંકર અકસ્માતથી માળીયા હાઈવે રક્તરંજીત બન્યો છે આ અકસ્માતમાં જીજે-૧૨-એજેડ-૯૫૨૬ નંબરનુ ટ્રેલર અને જીજે-૦૫-જેએન-૨૫૮૧ નંબરની ક્રેટા કાર વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો જેમા કારમાં સવાર સુરતના પાંચેક વ્યક્તિઓમાંથી ત્રણના મોત નિપજ્યા હતા અને બેને ઈજાઓ પહોચી હતી અકસ્માતની જાણ થતા પોલીસ અને ૧૦૮ની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને હાઈવે પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાય તે પહેલા જ પોલીસે ક્રેનની મદદથી કાર અને ટ્રેલરને ખસેડી હાઈવે ખુલ્લો કર્યો હતો અને લાશને પીએમ અર્થે ખસેડી માળીયા પીએસઆઈ ટાપરીયાએ અકસ્માતના બનાવ અંગે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી આમ માળીયા હાઇવે પર યમરાજાએ ધામા નાખ્યા હોય તેમ એકી સાથે ૩ વ્યક્તિના કાર અકસ્માતમાં મોત નિપજતા હાઈવે ગમગીન બન્યો હતો અને હાઈવે રક્તરંજીત થતા અરેરાટી વ્યાપી ગઈ હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here