કોરોનાને કોરાણે મુકતા કમળાપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના આરોગ્ય કર્મીઓ

0
313

કમળાપુર આરોગ્ય કેન્દ્રએ મને અને મારા પરિવારને બચાવી અખંડ રાખ્યો છે” – નાનજીભાઈ ઉગરેજીયા

કોરોનાને કોરાણે મુકતા કમળાપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના આરોગ્ય કર્મીઓ

રાજકોટ  – “મને કોરોના છે,એની જાણ થતાં તુરંત કમળાપુર પી.એચ.સી.ના ફરજનિષ્ઠ કર્મીઓએ મને સિવિલમાં દાખલ કરાવ્યો અને મને તથા મારા પરિવારને કોરોના સંક્રમણથી બચાવીને મારા પરિવારને અખંડ રાખ્યો છે.” આ શબ્દો છે જસદણ તાલુકાના કમળાપુર ગામના બાવન વર્ષીય નાનજીભાઈ ઉગરેજીયાના… જેઓ તાજેતરમાં જ કોરોનામુક્ત થયા છે.

નાનજીભાઈ મૂળ કમળાપુર ગામના વતની, પણ રાજીરોટી મેળવવા તેઓ મુંબઈમાં રિક્ષા ચલાવતા હતા. પરંતુ મુંબઇમાં ફેલાયેલ કોરોના મહામારીથી બચવા નાનજીભાઈ મુંબઈથી કમળાપુર પોતાની ઓટો રિક્ષા ચલાવીને આવ્યા હતા. ગામમાં દાખલ થતાં પહેલાં જ કમળાપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કર્મીઓ દ્વારા તેમની પ્રાથમિક તપાસ કરીને ૧૪ દિવસ માટે તેમને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા હતા.

પરંતુ આ સમયગાળા દરમિયાન નાનજીભાઈની તબિયત ખરાબ થતા પી.એચ.સીના આરોગ્યકર્મીઓ તુરંત તેમની સારવાર માટે પહોંચી ગયા. જ્યાં કોરોના સંક્રમણના લક્ષણો જણાતાંનાનજીભાઈ તથા તેમના પરિવારના તમામ સભ્યોના સેમ્પલ જસદણ સી.અસેચ.સી. ખાતે લેવામાં આવ્યા હતા. જે પૈકીનાનજીભાઈનોરિપોર્ટ પોઝિટિવ આવતા તેમને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા તથા તેમના પરિવારને સમરસ હોસ્ટેલ ખાતે ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા હતા.

સિવિલમાં મળેલ સમયસરની સારવાર, પોષણયુક્ત આહાર, આયુર્વેદ ઉકાળાઅને દવાથી નાનજીભાઈ કોરોનામુક્ત બન્યાછે, એ વિશે વાત કરતાં તેઓ જણાવે છે કે,”સિવિલમાં મને ખૂબ જ સારી સારવાર મળી, એટલે હું કોરોનામાંથી બચી ગયો. મને તો બીક હતી કે મને કોરોના થયો અને મારા પરિવારને પણ થઈ જશે.પરંતુ પી.એચ.સી.ના આરોગ્ય કર્મીઓએ મને સમજાવ્યું કે સાવચેતીના પગલાઓ લેવાથી કોરોના સંક્રમણથી બચી શકાય છે. મારા પરિવારને સમરસ હોસ્ટેલમાં ખૂબ જ સારી સુવિધા મળી અને એટલે જ આજે અમે તંદુરસ્ત બન્યા છીએ.” કમળાપુર આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફિસર ડો.ધવલગોસાઇ, સુપરવાઇઝર ભરતભાઇ ચાવડા અને તેમની સમગ્ર ટીમની પ્રતિબદ્ધતાને કારણે નાનજીભાઈ કોરોનામુક્ત બન્યા છે. નોંધનીય છે કે કમળાપુર પી.એચ.સી.ના આરોગ્ય કર્મીઓની સતર્કતા અને ફરજનિષ્ઠાને કારણે કોરોનાના આ કેસ બાદ, કમળાપુર ગામમાં હજુ સુધી એક પણ કેસ નોંધાયો નથી.

અહેવલ:- કરશન બામટા ,આટકોટ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here