રેલવે ટ્રેક પર ટ્રેન આવતી હતી તે જોઈને એક યુવક પાટા પર કૂદી પડ્યો તો તરત જ ત્યાં હાજર પોલીસકર્મીએ તેના જીવની ચિંતા કર્યા વગર રેલવેના પાટા પર કૂદીને તે યુવકનો જીવ બચાવીને નવું જીવનદાન આપ્યું.
આપણા દેશના બધા જ પોલીસ કર્મચારીઓ કાયમ માટે લોકોની સેવા કરવા માટે તૈયાર જ રહેતા હોય છે, ચોવીસ કલાક ખડેપગે રહીને દેશની તડકો હોય કે ઠંડી તો પણ દેશની સેવા કરતા હોય છે, આજે આપણે એક તેવા જ બનાવ વિષે વાત કરીશું, આપણે ઘણાય એવા અવારનવાર કિસ્સાઓ જોતા હોઈએ છીએ જ્યાં ઘણા લોકો તેમનું જીવન ટૂંકાવવાના પ્રયાસો કરતા હોય છે.

ઘણીવાર આપણને એવા પણ કિસ્સાઓ જોવા મળતા હોય છે જે લોકો ઘણીવાર ટ્રેનના પાટા પર સુઈને પણ તેમનું જીવન ટૂંકાવવાના પ્રયત્નો કરતા હોય છે, હાલમાં એક તેવી જ ઘટના સોશિયલ મીડિયા પર વાયરલ થઇ હતી, આ ઘટના મુંબઈમાંથી સામે આવી હતી, આ ઘટનામાં થયું એવું હતું કે એક યુવક તેનું જીવન ટૂંકાવવા માટે રેલવેના પાટા પર ઉભો હતો.

પોલીસે તાત્કાલિક જ તે યુવકનો જીવને બચાવી લીધો હતો. તેથી હાલમાં આ વિડિઓ સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થયો હતો. આ વિડિઓમાં જોવા મળ્યું હતું કે જે સમયે ટ્રેન આવવાની તૈયારી હતી તે સમયે જ આ યુવક રેલવેના પાટા પર કૂદી પડ્યો તે સમયે ત્યાં ઉભા રહેલા પોલીસ કર્મચારીએ તેમની હિંમત બતાવીને તરત જ રેલવેના પાટા પર કૂદીને તેનો જીવ બચાવી લીધો હતો.
આ ઘટના મુંબઈના એક રેલવે સ્ટેશનમાંથી સામે આવી હતી, આ રેલવે સ્ટેશન થાણેમાં આવેલું હતું, આ ઘટના બુધવારના દિવસે બની હતી, બુધવારના દિવસે રેલવેના પાટાની વચ્ચે એક યુવક ઉભો થઇ ગયો હતો અને ત્યાં હાજર પોલીસની નજર તે યુવક પર પડી.
તો પોલીસે તરત જ છલાંગ મારીને તે યુવકનો જીવ બચાવીને નવું જીવનદાન આપ્યું હતું. આ યુવકની માહિતી મળતા જાણવા મળ્યું હતું કે આ યુવક તેના ઘરેથી ઝગડો કરીને નીકળ્યો હતો અને જીવન ટૂંકાવવાના પ્રયત્નો કર્યા હતા, પરંતુ પોલીસે તે યુવકનો જીવ બચાવી લીધો હતો.