વડોદરા ભાજપના MLA જીતેન્દ્ર સુખડિયાના પુત્રની એજન્સીનું 11 મહિનામાં બીજી વખત ગેસ રિફિલિંગ કૌભાંડ ઝડપાયું, 109 બોટલ સાથે 3 ઝડપાયા

0
364

SOGની ટીમે રેડ કરતા કારેલીબાગના જલારામનગરમાં ધારાસભ્યના પુત્રની ગેસ એજન્સીની બોટલમાંથી ગેસ રિફિલિંગ કૌભાંડ ચાલતુ હતુ

વડોદરા શહેરની સયાજીગંજ બેઠકના ભાજપના ધારાસભ્ય જીતેન્દ્ર સુખડિયાના પુત્ર હિરેન સુખડિયા દ્વારા સંચાલિત હેપ્પી હોમ ગેસ સર્વિસનું કારેલીબાગ વિસ્તારના જલારામનગરમાં ચાલતુ ગેસ રિફિલિંગ કૌભાંડ વડોદરા SOGની ટીમે ઝડપી પાડ્યું છે. ધારાસભ્ય જીતુ સુખડીયાના પુત્ર હિરેન સુખડિયાની ગેસ એજન્સી હેપ્પી હોમ્સમાંથી ગેસના બોટલ લઇને જલારામનગરમાં રિફીલિંગ કરતા હતા. SOGની ટીમે 95 રાંધણ ગેસની બોટલ અને 14 કોમર્શિયલ બોટલ અને એક ટેમ્પો સાથે ત્રણ આરોપીની ધરપકડ કરી છે.

પોલીસે વજન કાંટાઅને રિફિલિંગના પાઇપ જપ્ત કર્યાં
ભાજપના ધારાસભ્ય જીતેન્દ્ર સુખડિયાનો પુત્ર હિરેન સુખડિયા નિઝામપુરા વિસ્તારમાં હેપ્પી હોમ ગેસ સર્વિસ નામની એજન્સી ચલાવે છે. વડોદરા SOGની ટીમે કારેલીબાગના જલારામનગરમાં રેડ કરતા ભાજપના ધારાસભ્ય જીતેન્દ્ર સુખડિયાના પુત્ર હિરેન સુખડિયા દ્વારા સંચાલિત હેપ્પી હોમ ગેસ સર્વિસની ગેસની બોટલોમાંથી ગેસ રિફિલિંગનું કૌભાંડ ચાલતુ હતું. SOGએ જીગ્નેશ માળી, હેમંત માળી અને વિપુલ ભરવાડની ધરપકડ કરી છે. જોકે મુખ્ય આરોપી જયેશ ભરવાડ હાલમાં ફરાર થઇ ગયો છે. વજન કાંટા, રિફિલિંગના પાઇપ, બૂચ પોલીસે જપ્ત કર્યાં છે.

ગત વર્ષે પણ ધારાસભ્યના પુત્રની ગેસ એજન્સીમાં કૌભાંડ ઝડપાયું હતું
આ પહેલા પણ ગત વર્ષે સપ્ટેમ્બર મહિનામાં વડોદરાના સયાજીગંજ બેઠકના ભાજપના ધારાસભ્ય જીતેન્દ્ર સુખડિયાના પુત્ર હિરેન સુખડિયા દ્વારા સંચાલિત નિઝામપુરા વિસ્તારમાં આવેલી હેપ્પી હોમ ગેસ સર્વિસના ગોડાઉનમાંથી ગેસના ભરેલા બોટલ લઇને નિકળેલા ટેમ્પોને ડ્રાઇવર અને હેલ્પરને ગેસ રિફિલિંગ કરતા પુરવઠા વિભાગે ઝડપી પાડ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here