છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતના 30 તાલુકામાં વરસાદ, ઉમરપાડામાં 6, માંગરોળમાં 4 ઈંચ

0
330
  • દક્ષિણ ગુજરાતના ત્રણ તાલુકામાં 2 ઈંચ જેટલો વરસાદ પડ્યો
  • 24 કલાક દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી

સુરત. હવામાન વિભાગની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 30 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ સુરત જિલ્લાના ઉમરપાડામાં 6 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે માંગરોળ તાલુકામાં 4 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. આ સાથે અન્ય તાલુકામાં હળવો વરસાદ પડ્યો છે.

24 કલાક વરસાદની આગાહી
હવામાન વિભાગે આગામી 24 કલાક સુરત અને દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે. નાસિકમાં અપર એર સાઇક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સાથે બંગાળની ખાડીમાં બનેલ લો પ્રેશર એરિયાના કારણે મોન્સૂન રેખા બની છે. જેના લીધે વરસાદની સિસ્ટમ સક્રિય થઇ છે.

સુરતની ખાડીઓના જળસ્તરમાં વધારો
સુરત જિલ્લામાં વરસાદના લીધે સુરત શહેરમાંથી પસાર થતી તમામ ખાડીઓના જળસ્તરમાં વધારો થતાં મનપા એલર્ટ થઇ ગઇ છે. ખાડીઓના જળસ્તરમાં 0.40થી 0.50 સુધીનો વધારો નોંધાયો હતો. આ સાથે વિયર કમ કોઝવેની સપાટી વધીને 5.55 મીટરે પહોંચી છે. જે ગઇકાલે 5.39 મીટર હતી.

લો લેવલના કોઝવે પર પાણી ફરી વળ્યા
મુશળધાર વરસાદથી માંડવીનો ગોડધા ડેમ છલકાયો હતો. ઉપરાંત વરેહ નદી પરથી પસાર થતાં ગોડધા લાડકૂવા તથા મોરીઠા રેગામા જેવા લો લેવલના કોઝવે પર પાણી ફરી વળ્યા હતાં. વહેલી સવારે બંને કાંઠે વહેતી વરેહ નદીના ધસમસતા પ્રવાહને જોવા લોકો ઉમટી પડ્યા હતાં. તાલુકામાં ઠેરઠેર ફરી વળેલા પાણીથી વહેલી સવારના વાહનવ્યવહાર ખોરવાયો હતો. જો કે લોકોમાં ખુશી વ્યાપી ઉઠી હતી.

મધર ઈન્ડિયા ડેમ છલકાયો

મધર ઈન્ડિયા ડેમ સિઝનમાં પહેલી વાર છલકાયો
ઉપરવાસમાં અને મહુવા તાલુકામાં ધોધમાર વરસાદના પરિણામે ઉપરવાસમાંથી નીકળતી સૂકી ભઠ્ઠ અંબિકા નદી બે કાંઠે છલકાઈ ઉઠી હતી. જેના પરિણામે મહુવા તાલુકાના ઉમરા ગામે આવેલો મધર ઈન્ડિયા ડેમ સિઝનમા પ્રથમ વાર છલકાઈ ઉઠ્યો હતો.

છેલ્લા 24 કલાકનો વરસાદ

તાલુકોવરસાદ(મિમિ)
ઉમરપાડા150
માંગરોળ105
કામરેજ59
પલસાણા47
સુરત સિટી46
ઓલપાડ36
વાપી36
ઉમરગામ32
બારડોલી29
ચોર્યાસી26

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here