જૂનાગઢની ૧૮૧ અભયમ ટીમે મહિલા સશકિતકરણ પખવાડીયાની ઉજવણી કરી

0
338

રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ઉજવવામાં આવી રહેલ મહિલા સશક્તિકરણ પખવાડિયા અંતર્ગત  ૧૮૧ અભયમ મહિલા હેલ્પ લાઇન દ્વારા સાતમા દિવસે મહિલા શિક્ષણ દિવસની ઉજવણીના ભાગ રૂપે ૧૮૧ ટીમના કાઉન્સિલર અરુણા કોલડિયા અને મહિલા પો.કો. ઉજાલા ખાણીયા એ જૂનાગઢ તાલુકાના મજેવડી ગામ અને ઇવનગર ગામની મહિલાઓને વેબિનારના માધ્યમથી જોડી, રાજ્યના મહિલા આયોગના અધ્યક્ષ લીલાબેન અંકોલિયા અને રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય ડો. રાજુલબેન દેસાઈ દ્વારા મહિલાઓ શિક્ષણ દ્વારા અગ્રેસર કરે  તેમજ સામાજિક, વ્યાવસાયિક વગેરે ક્ષેત્રે આગળ વધવા શિક્ષણનું મહત્વ તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ચાલતી મહિલાલક્ષી યોજનાઓ વિશે વિસ્તૃત જાણકારી  આપવામાં આવેલ, સાથે સાથે ૧૮૧ અભયમ મહિલા હેલ્પ લાઈન સેવા ગુજરાતની મહિલાઓ માટે આશીર્વાદ રૂપ ગણાવી મહિલા હેલ્પ લાઈન સેવાના કાઉન્સિલરોની કામગીરીને બિરદાવી હતી વેબિનાર પૂર્ણ થયા બાદ ૧૮૧ ટીમ દ્વારા મહિલાઓને ૧૮૧ સેવા વિષે અને અન્ય મહિલાલક્ષી સેવાઓથી માહિતગાર કરાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here