જૂનાગઢ ને રૂપિયા ૧૮ કરોડ જેવી માતબર રકમની ગ્રાન્ટ ફાળવતા મુખ્યમંત્રી રૂપાણી

0
331

રાજ્ય સરકાર તથા મુખ્યમંત્રી નો આભાર માનતા જૂનાગઢ મનપા ના પદાધિકારીઓ…

આજરોજ જૂનાગઢ મહાનગરપાલિકા ને તથા જિલ્લાની અન્ય નગરપાલિકાઓને લોક સુખાકારી અને સુવિધાઓ માટે રાજ્ય સરકારના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા વિડિયો કોન્ફરન્સ માધ્યમથી અને કૃષિમંત્રી આર.સી.ફળદુ ના વડપણ હેઠળ જૂનાગઢ મનપા ને રૂપિયા 18.00 કરોડ ની ગ્રાન્ટ ફાળવણી થયેલ, જે ફાળવણી સમયે જૂનાગઢ મનપા ના મેયર ધીરૂભાઈ ગોહેલ, કલેકટર સૌરભ પારધીજી, કમિશનર સુમેરાજી, નાયબ મેયર હિમાંશુ પંડયા, સ્થાયી સમિતિ ચેરમેન રાકેશભાઈ ધુલેશિયા, શાસકપક્ષ ના નેતા નટુભાઈ પટોલિયા, દંડક ધરમણભાઇ ડાંગર, તથા અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહેલ, આજરોજ આ માતબર રકમની ફાળવણી બદલ સર્વે મનપા પદાધિકારીઓ એ માનનીય મુખ્યમંત્રી નો આભાર વ્યક્ત કરેલ છે અને જૂનાગઢની સદાય ચિંતા સેવી આ નગર પ્રત્યે વાલીપણું દાખવતા મુખ્યમંત્રી નો ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવેલ છે…


રીપોર્ટર:- હુસેન શાહ. જુનાગઢ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here