જુનાગઢ માં સત્યમ સેવા યુવક મંડળ દ્વારા કાળવા ચોક ખાતે વિનામૂલ્યે છાસ કેન્દ્ર શરૂ કરાયું

0
73

જુનાગઢ ની સેવાભાવી સંસ્થા સત્યમ સેવા યુવક મંડળ દ્વારા જૂનાગઢના કાળવા ચોક ખાતે દાતા ભાટુ પરિવાર તથા ખોડભાયા પરિવારના આર્થિક સહયોગથી તા:- 27/4/2022ના રોજ દર વર્ષ ની જેમ આ વર્ષે પણ છેલ્લા ૨૧ વર્ષથી ઉનાળા ની કાળજાળ ગરમીમાં કાળવા ચોકમાં પસાર થતા રાહદારી શ્રમિકો ને ઠંડક મળી રહે તે માટે વિનામૂલ્યે છાશ કેન્દ્ર શરૂ કરવામાં આવેલ છે.

જેનું ઉદ્દઘાટન મુચકુંદ ના મહંત રાજેન્દ્ર ગીરીબાપૂ, તથા પૂજ્ય મહાદેવ ગીરીબાપુ, લક્ષ્મણભાઈ ભાટુ, વિરમભાઇ ભાટુ, નાથાભાઈ ભાટુ ના હસ્તે ખુલ્લુ મુકવામાં આવેલ હતું. આ સેવા યજ્ઞ માટે અમુદાન ભાઈ ગઢવી, પ્રો.પી.બી. ઉનડકટ, બટુક બાપુ, ડૉ. સંજય કુબાવત, ડૉ. પાર્થ ગણાત્રા, નાગભાઈ વાળા, દામજીભાઈ પરમાર, કિશોરભાઈ ચોટલીયા વગેરે શુભેચ્છા પાઠવી હતી. આ છાશ કેન્દ્ર જ્યાં સુધી વરસાદ ન આવે ત્યાં સુધી ચાલુ રહેશે. તેમજ મહાદેવ ગીરીબાપુ તથા મુચકુંદ મહાદેવ ના મહંત રાજેન્દ્ર ગીરીબાપુએ સંસ્થાની સેવાકીય પ્રવૃતિઓને બિરદાવેલ હતી અને સંસ્થાને જ્યારે પણ યોગદાનની જરૂર હોય ત્યારે સહયોગ આપવા ખાત્રી આપેલ હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના પ્રમુખ મનસુખભાઈ વાજા, અરવિંદભાઈ મારડિયા, શાંતાબેન બેસ, સરોજબેન જોશી વગેરે એ જહેમત ઉઠાવેલ હતી.

અહેવાલ : હુસેન શાહ (જુનાગઢ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here