
શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ , ગુજરાત સરકાર દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મહાનગરપાલિકા / નગરપાલિકાઓ અને સત્તામંડળોના સર્વાંગી વિકાસના કામો માટે માન . મુખ્યમંત્રીના વરદ્ભસ્તે ચેક અર્પણ સમારોહનો કાર્યક્ર્મ ગાંધીનગરઃ મહાત્મા મંદિર ખાતે યોજવામાં આવ્યો હતો. – આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા ગુજરાત રાજ્યની ૧૫૮ નગરપાલિકાઓઓને ચેક વિતરણ કરવાનો કાર્યક્રમ ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયો. આ તબક્કે ગુજરાતની ૧૫૮ પાલિકા પૈકી ૬ પાલિકાને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે ચેક અર્પણ કરવામાં આવ્યા જેમાં બાયડ નગરપાલિકાનો સમાવેશ કરવામાં આવ્યો.અને આદરણીય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે રૂપિયા ૫૦ લાખ રૂપિયાનો ચેક બાયડ નગરપાલિકા પ્રમુખ સ્નેહલભાઈ પટેલને અર્પણ કર્યો હતો.
અહેવાલ : જગદીશ પ્રજાપતિ (અરવલ્લી)