રાજકોટ શહેરના વિકાસ માટે રૂ.૭૮.૭૧ કરોડની ગ્રાન્ટ ફાળવતા મુખ્યમંત્રી રૂપાણી

0
222

રાજકોટ શહેરના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા હંમેશા સહયોગ મળતો રહ્યો છે. અન્ન અને નાગરિક પુરવઠા જયેશભાઈ રાદડિયા, ગુજરાત કોળી અને ઠાકોર વિકાસ નિગમના ચેરમેન ભુપતભાઈ ડાભીએ સરકાર વતી શહેરના વિકાસ માટે રૂ.૭૮.૭૧ કરોડનો ચેક અર્પણ કરવામાં આવેલ છે. આ ચેક અર્પણ કાર્યક્રમ પ્રસંગે સાસંદ મોહનભાઈ કુંડારીયા, અભયભાઈ ભારદ્વાજ, રાજકોટ શહેર પ્રમુખ કમલેશભાઈ મીરાણી, પ્રદેશ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, મેયર બિનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, ધારાસભ્યઓ ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, શાસકપક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, દંડક અજયભાઈ પરમાર વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. શહેરના વિકાસ માટે ગ્રાન્ટ ફાળવવા બદલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, ડે.મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ અને ગુજરાત મ્યુનિ. ફાઈનાન્સ બોર્ડના અધ્યક્ષ માન. ધનસુખભાઈ ભંડેરીનો પદાધિકારીઓએ આભાર વ્યક્ત કરેલ હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here