સંકલ્પ સિધ્ધ ક્રેડિટ સોસાયટીના પ્રમુખની રૂ.૮૦ લાખની ઉચાપતના ગુનામાં ધરપકડ

0
276

નાના રોકાણકારોની ફિકસ ડિપોઝીટના નાણા અંગત ઉપયોગમાં વાપરી આચરી ગેરરીતિ

લોક ડાઉનના કારણે ધંધામાં ખોટ આવતા ઉચાપત કર્યાની ક્રેડિટ સોસાયટીના પ્રમુખની કબુલાત

યુનિર્વસિટી રોડ પર પંચાયતનગર ચોકમાં આવેલી સંકલ્પ સિધ્ધ ક્રેડિટ સોસાયટીના પ્રમુખ મંડળીના થાપણદારોની ફિકસ ડિપોઝીટ અને નાની બચતના રોકાણકારોના રૂા.૮૦ લાખની ઉચાપત કર્યા અંગેની જિલ્લા સબ રજીસ્ટ્રારના ઓડિટરે પોલીસમાં ફરિયાદ નોંધાવતા યુનિર્વસિટી પોલીસે સંકલ્પ સિધ્ધ ક્રેડિટ સોસાયટીના પ્રમુખની ધરપકડ કરી પૂછપરછ કરતા તેને લોક ડાઉનના કારણે ધંધામાં ખોટ આવતા ઉચાપત કર્યાની કબુલાત આપી છે.

કૈલાશ પાર્ક શેરી નંબર ૧માં રહેતા અને પંચાયત ચોકમાં સંકલ્પ સિધ્ધ ક્રેડિટ સોસાયટી ચલાવતા અંશુમન મુકુંદભાઇ દવેએ મંડળીના થાપણદારોના રૂા.૮૦ લાખ અંગત ઉપયોગમાં વાપરી ઉચાપત કર્યા અંગેની રૈયા રોડ પર આવેલા શિવમ પાર્કમાં રહેતા અને બહુમાળી ભવન ખાતે સબ રજીસ્ટ્રાર કચેરીના ઓડિટર કાંતીલાલ પુંજાભાઇ સિંધવે યુનિર્વસિટી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પી.આઇ. આર.એસ.ઠાકરસ રાઇટર ગીરીરાજસિંહ જાડેજા અને લખમણભાઇ સહિતના સ્ટાફે સંકલ્પ સિધ્ધ ક્રેડિટ સોસાયટીના પ્રમુખ અંશુમન દવેની ધરપકડ કરી છે.

સંકલ્પ સધ્ધિ ક્રેડિટ સોસાયટીમાં કાયદેસર રીતે નોંધાયેલી છે. તેના પ્રમુખ તરીકે અંશુમન દવે સંભાળે છે. તેના હોદેદારોની પણ નિમણુંક થઇ છે. આ મંડળીમાં ફિકસ ડિપોઝીટ મુકનાર રોકાણકારોએ પોતાના નાણા ફસાયાની અને છેતરપિંડી થયાના આક્ષેપ સાથે બહુમાળી ભવનના સર રજીસ્ટ્રાર વિભાગમાં અનેક ફરિયાદ કરી છે.

રોકાણકારોની ફરિયાદ અંગે ઓડિટ વિભાગ દ્વારા સંકલ્પ સિધ્ધ ક્રેડિટ સોસાયટીના પ્રમુખ અંશુમન દેવે અને અન્ય હોદેદારોને નોટિસ ફટકારી હિસાબ માગવામાં આવ્યો હતો. તેમ છતાં અંશુમન મંડળીના હિસાબ રજુ કર્યા ન હતા અને સબ રજીસ્ટ્રાર વિભાગના ઓડિટ દ્વારા કરાયેલી તપાસ અંગે શંકાસ્પદ હીસાબ અંગે પોલીસને જાણ કરતા અંશુમન દવે સામે રૂા.૮૦ લાખના ઉચાપત અંગેની યુનિર્વસિટી પોલીસે ગુનો નોંધી તપાસ સહકાર કાયદા અંતર્ગ સંકલ્પ સિધ્ધ ક્રેડિટ સોસાયટીની ઓફિસમાંથી દસ્તાવેજી સાહિત્ય કબ્જે કર્યુ છે. જેમાં મહત્વના દસ્તાવેજ પોલીસને ન મળતા તેને વધુ એક નોટિસ ફટકારી હતી તે અંગેનો પણ કોઇ પ્રત્યુતર ન આપતા પોલીસે પુર્વ યોજીત કાવતરૂ રચી મંડળીના સાહિત્યના પુરાવનો નાસ કર્યા અંગેની કલમનો ઉમેરો કરી અંસુમન દવેની ધરપકડ કરી પૂછપરછ કરતા તેને અંશુમન દવે મંડળી ઉપરાંત મીઠાઇ અને દુધનો ધંધો કરતો હતો તેમાં લોક ડાઉનના કારણે ખોટ આવી હોવાની કબુલાત આપી છે. પરંતુ અંશુમનની આ કબુલાત ગળે ઉતરી ન હતી.