જુનાગઢ જિલ્લા કલેકટર દ્વારા કેશોદ અક્ષયગઢ ની જમીન ખાલસા કરવા કર્યો હુકમ

0
371

જુનાગઢ જિલ્લા કલેકટર દ્વારા કેશોદ અક્ષયગઢ ની જમીન ખાલસા કરવા કર્યો હુકમતંત્ર નાં હુકમનું પાલન કરવામાં રાજકીય દખલગીરી ન થાય તો ૨૮૧ એકર જમીનમાં વિકાસલક્ષી કામો થઈ શકશે

કેશોદ શહેરી વિસ્તારમાં આવેલ અક્ષયગઢ સોરઠ ક્ષય નિવારણ સમિતિ ને ટી.બી.હોસ્પીટલના ઉપયોગ માટે ગુજરાત સરકાર નાં મહેસૂલ વિભાગ દ્વારા તા.૨૬/૮/૧૯૬૬ નાં રોજ સરવે નંબર ૨૨૯/૩ એકર ૯૦-૧૧ ગુઠા તા.૧/૫/૬૭ નાં રોજ સરવે નંબર ૨૨૯/૪ એકર ૧૫૫-૩૪ ગુઠા સરવે નંબર ૨૨૯/૨ પૈકી એકર ૨૩-૨૬ ગુઠા અને તા.૩૧/૮/૧૯૭૦ નાં રોજ સરવે નંબર ૨૨૯/૨ પૈકી એકર ૧૧-૧૦ ગુઠા મળીને કુલ જમીન એકર ૨૮૧-૦૧ ગુઠા શરતોએ નિયંત્રિત સતા પ્રકારની ફાળવવામાં આવી હતી. સોરઠ ક્ષય નિવારણ સમિતિ અક્ષયગઢના સ્થાપક સ્વાતંત્ર્ય સેનાની અને આરઝી હકૂમત નાં સરસેનાપતિ સ્વ. શ્રી રતુભાઈ અદાણી ની હયાતીમાં આ જમીન જેમ ની તેમ હતી. સોરઠ ક્ષય નિવારણ સમિતિ દ્વારા વર્ષ ૧૯૯૮ માં સરકાર દ્વારા શરતો હેઠળ ફાળવેલી જમીન માં નવી શરત માથી જુની શરત મા ફેરફાર કરવા અને ખેતી નાં ઉપયોગ માં લેવાં મંજુરી માંગવામાં આવતાં તા.૧૫/૭/૨૦૦૦ નાં રોજ ગુજરાત સરકાર મહેસૂલ વિભાગ દ્વારા શરતભંગ સબબ બીન બોજે બીન વળતરે ખાલસા કરી શ્રી સરકાર કરવાનો હુકમ કર્યો હતો. વિવાદિત જમીન નાં હુકમ વિરુદ્ધ અક્ષયગઢ સોરઠ ક્ષય નિવારણ સમિતિ દ્વારા રીવીઝન અરજી કરવામાં આવતાં જે કાઢી નાખવામાં આવતાં ગુજરાત હાઇકોર્ટે માં દાવો દાખલ કરવામાં આવ્યો હતો અને જણાવ્યું હતું કે વિવાદાસ્પદ જમીન પડતર હોવાનું અને હોસ્પિટલ નાં નિભાવ ખર્ચ માટે નવી શરત માં થી જુની શરત માં બદલી ખેતીવાડી માટે માંગ કરેલ હતી. જુનાગઢ જિલ્લા કલેકટર ડૉ સૌરભ પારધી દ્વારા હુકમ કરી કેશોદ મામલતદાર કચેરી દ્વારા સ્થળ પંચરોજકામ તા.૨૨/૬/૨૦૨૦ નાં કરાવતાં વિવાદાસ્પદ જમીન પર અન્ય ઈસમો દ્વારા વાવેતર કરવામાં આવેલ હોવાનું અને લાંબા સમયથી ખેડાણ કરી વાવેતર કરવામાં આવતું હોવાનું ધ્યાને આવેલ હતું અને ટી.બી.હોસ્પીટલ ની જગ્યાએ શાળા અને હોસ્ટેલ બનાવી ઉપયોગ કરવામાં આવતો હોવાનું ધ્યાને આવતાં અક્ષયગઢ સોરઠ ક્ષય નિવારણ સમિતિ દ્વારા જે રજુઆતો કરી હતી એ પાયાવિહોણી સાબિત થઈ હતી. જુનાગઢ જિલ્લા કલેકટર ડો સૌરભ પારધી દ્વારા વિવાદ વાળી જમીન કેશોદ શહેરી વિસ્તારમાં આવેલ હોય ભવિષ્યમાં સરકાર શ્રી નાં અન્ય જાહેર હેતુ માટે ઉપયોગી હોય સોરઠ ક્ષય નિવારણ સમિતિ અક્ષયગઢને સાઈઠ વર્ષ પહેલાં ફાળવેલી કુલ જમીન એકર ૨૮૧-૦૧ ગુઠા અંદાજે સાતસો વીઘા જમીન શરતભંગ હેઠળ ખાલસા કરી શ્રી સરકાર હેઠળ લેવાનો હુકમ કર્યો છે.

કેશોદ નજીક આવેલા અક્ષયગઢમાં સ્વ. રતુભાઈ અદાણી નાં નિધન બાદ સોરઠ ક્ષય નિવારણ સમિતિ ના ટ્રસ્ટી મંડળ માં સ્વામિનારાયણ ગુરુકુળ નાં સાધુઓ ને ઉમેરો કરી સોરઠ ક્ષય નિવારણ સમિતિ નું સંચાલન સોંપવામાં આવતાં સેવાકીય સંસ્થા અને સ્વ. શ્રી રતુભાઈ અદાણી નાં મુલ્યોને નેવે મૂકી વ્યાપારીકરણ કરવામાં આવતાં વારંવાર વિવાદો સર્જાતાં રહે છે. જુનાગઢ જિલ્લા કલેકટર અને કેશોદ નાયબ કલેકટર ત્થા મામલતદાર કચેરી દ્વારા નિષ્ઠાપૂર્વક તમામ પ્રકારની કાર્યવાહી કરી છે ત્યારે આટલી વિશાળ જગ્યા નાં હુકમ ની અમલવારી અટકાવવા રાજકીય આગેવાનો મેદાને પડયા છે અને એનકેન પ્રકારની આટીખુટી કરીને આઠસો વીઘા જમીન બચાવવા નિતિમતા નેવે મૂકી રહ્યાં છે. જુનાગઢ જિલ્લા કલેકટર નાં હુકમ વિરુદ્ધ વીસ વર્ષની કાયદાકીય લડાઈ બાદ થયેલા હુકમ વિરુદ્ધ ફરીથી રાજકીય વગ અને ધર્મની આડમાં ફરીથી વિવાદ ઘોંચમાં નાખવામાં આવશે કે કેશોદ શહેર-તાલુકા નાં રહીશો માટે જાહેર હિતમાં ઉપયોગ માં લેવાશે એ આવનારાં દિવસોમાં ખબર પડશે.અત્રે ઉલ્લેખનીય છે કે કેશોદ હિતરક્ષક સમિતિ ના કન્વીનર રાજુભાઈ પંડ્યા દ્વારા વગર મંજુરી એ હેતુફેર કરી ઉપયોગ માં લેવાતી જમીન શરતભંગ હેઠળ ખાલસા કરવા ફરિયાદ કરી છે અને તે હેઠળ પણ તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અહેવાલ :- અનીરુધસિંહ બાબરિયા.કેશોદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here