સુરજ ભુવા હાલમાં સમયમાં ખૂબ જ ચર્ચામાં છે , કારણ કે સુરજ ભુવા નામના શખ્સ એક યુવતી સાથે દસ મહિના સુધી દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ જુનાગઢ બી ડિવિઝન પોલીસમાં નોંધાઇ હતી . આ મામલો આખા શહેરમાં ભારે ચકયારી બન્યો હતો . આ કેસમાં દિવસેને દિવસે નવા નવા ખુલાસાઓ સામે આવી રહ્યા છે , છતાં પણ તેમની લોકપ્રિયતામાં અને તેમના ભક્તજનોમાં વધારે કોઈ ખાસ અસર પહોંચી નથી.


તેમણે કહ્યું કે , અમે સુરજને અમારી તમામ પ્રકારની સ્થાવર જંગમ મિલકતમાંથી બેદખલ કરીએ છીએ અને ભવિષ્યમાં અમારી તમામ પ્રકારની મિલકતમાં સુરજને કોઈ હક કે હિસ્સો રહેશે નહીં. સુરજ કોઇપણ વ્યક્તિ કે અન્ય કોઈ સંસ્થા , બેન્ક , સરકારી બેન્ક , અર્ધ સરકારી બેન્ક કે કોઇપણ ઓથોરિટી પરત્વ કોઇ પણ પ્રકારનો વહીવટ કે વ્યવહાર કરે તેમાં અમારી જવાબદારી કે કોઇ પ્રકારે બંધન કર્તા રહેશે નહીં જેની નોંધ લેવી.
ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરીમાં જૂનાગઢની યુવતી ઝેરી દવા પી રાજકોટ મહિલા પોલીસ સ્ટેશન પહોંચી હતી આથી પોલીસે તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડી હતી.


ત્યારથી મારે સુરજ સોલંકી સાથે પર્સનલ કોન્ટેક્ટ થયો હતો . ત્યાં મને એવું કહ્યું હતું કે હું તારી સાથે લગ્ન કરીશ . આવા અંધારામાં રાખી મારી સાથે 10 મહિના શારીરિક શોષણ કર્યું હતું . આ દરમિયાન હું પ્રેગનન્ટ બની હતી . જે મામલો ભારે ચકચારી બન્યો હતો.
બે સંતાનનો પિતા સુરજ ભુવો પછી રફુચક્કર થઈ ગયો હતો. આ મામલે સુરજે સોશિયલ મીડિયા પર કહ્યું હતું કે , આ છોકરી તેને બદલનામ કરવા માગે છે અને તેના માટે 25 લાખ , શ્રી બીએચકે ફ્લેટ અને કાર તથા બુલેટ માગે છે . તેણે કહ્યું કે તેની પત્ની સહિત પરિવારને છોડી તે યુવતી સાથે સમાયાન કરી મૈત્રી કરારથી રહેવા ગયો હતો.