પંચમહાલ જિલ્લાના ગોધરા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઈ

0
37

પંચમહાલ જિલ્લામાં વિવિધ સ્થળો પર માનવતા માટે યોગ થીમ પર અધારીત ૮ માં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં જિલ્લા કક્ષાની ઉજવણી ગોધરા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવી હતી.જેમાં ગોધરા ધારાસભ્ય સી.કે.રાઉલજી, જિલ્લા ભાજપ પ્રમુખ અશ્વિન પટેલ, જિલ્લા કલેક્ટર સુજલ મયાત્રા,જિલ્લા ન્યાયાધીશ જિલ્લા વિકાસ અધીકારી સહીત જિલ્લા વહીવટી તંત્ર, પોલીસના જવાન અને મોટી સંખ્યામાં વિધાર્થિઓ તથા નાગરીકોએ ઉપસ્થિત રહીને હર્ષ અને ઉત્સાહભર્યા માહોલમાં યોગમાં ભાગ લીધો હતો.


આજે જિલ્લાની શાળાઓ અને કોલેજોમાં મોટી સંખ્યામા વિધાર્થીઓ અને લોકોએ ભાગ લીધો હતો.આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સમગ્ર રાજ્યામાં ૭૫ આઈકોનીક સ્થળો પર યોગ દિવસની ઉજવણી કરાઈ છે જેમાં પંચમહાલ જિલ્લામાં મહાકાળી મંદીર પાવાગઢ,ચાંપાનેર-જામી મસ્જિદ તથા જાંબુઘોડા વાઈલ્ડ લાઈફ સેન્ચુરી, ધનપરી સહિત વિવિધ સ્થળોએ પણ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ગોધરા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સવારે ૬ વાગ્યે ધારાસભ્ય સી.કે.રાઉલજીના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યુ હતુ.


આ પ્રસંગે ધારાસભ્ય એ પોતાના પ્રાસંગીક ઉદ્દ્બોધનમાં જણાવ્યું હતુ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપણી સંસ્કૃતિને આગળ ધપાવવા વિશ્વ ફલક પર યોગને ફેલાવવાનું ભગીરથ કાર્ય કર્યું છે જેનો સંપુર્ણ યશ પ્રધાનમંત્રીશ્રીને જાય છે. આ સાથે તેમણે જિલ્લાવાસીઓને યોગદિવસની ઉજવણી સંદર્ભે તમામને અભિનંદન પાઠવ્યા હતા. યોગ ભારતની પ્રાચીન પરંપરાની અમૂલ્ય ભેટ છે. તે મન અને શરીર, વિચાર અને કાર્ય, સંયમ અને પૂર્તિ વગેરેની વચ્ચે ઐક્ય આણે છે, માણસ અને પ્રકૃતિ વચ્ચે સંવાદિતા સર્જે છે, તે આરોગ્ય અને સુખાકારી તરફ સર્વાંગીણ અભિગમ છે. તે માત્ર કસરત જ નથી પરંતુ પોતાની જાત, વિશ્વ અને પ્રકૃતિ સાથે ઐક્યની સમજ શોધવાનો પ્રયાસ છે.


આપણી જીવનશૈલી બદલીને ચેતના સર્જે છે. વર્ષ ૨૦૧૪માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો પ્રસ્તાવ યુ.એન સમક્ષ મુકતા વર્ષ ૨૦૧૫થી સમગ્ર વિશ્વમાં યોગ દિવસની ઉજવણીની શરૂઆત થઈ હતી. આંતરરાષ્ટ્રીય યોગ દિવસના પ્રથમ સોપાનમાં ૮૪ દેશોએ ભાગીદારી નોંધાવી હતી. આજે ૧૩૦ દેશના નાગરિકોએ યોગને દૈનિક જીવનનો ભાગ બનાવ્યો છે.

અહેવાલ : ગણપત મકવાણા (પંચમહાલ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here