શ્રી બ્રહ્માનંદજી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર જૂનાગઢ સંયુક્ત દ્વારા રાષ્ટ્રીય બાલ વિજ્ઞાન પરિષદ 2022 નું આયોજન કરવામાં આવ્યું

0
99

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ,ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજરાત સરકાર , જિલ્લા શિક્ષણાધિકારી ની કચેરી ,પ્રાથમીક જિલ્લા શિક્ષણાધિકારી ની કચેરી જૂનાગઢ તથા બ્રહ્મચારી ભગવતી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી બ્રહ્માનંદજી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર જૂનાગઢ સંયુક્ત દ્વારા રાષ્ટ્રીય બાલ વિજ્ઞાન પરિષદ 2022 નું આયોજન કરવા માં આવેલ છે જે ભારત સરકાર ના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાયલ અંતર્ગત સમગ્ર ભારત માં છેલ્લા 29 વર્ષ થી આ કાર્યક્રમ અમલમાં મુકવામાં આવેલ છે આ વર્ષે પણ આ પ્રોજેક્ટ થીમ બેઇઝ હોવાથી આ વર્ષની મુખ્ય થીમ આરોગ્ય અને સુખાકારી માટે ઇકોસિસ્ટમ ની સમજણ રાખવામાં આવેલ છે

આ પ્રોજેક્ટ માં બાળકો વધુ ને વધુ ભાગ લે તેવા હેતુ થી બાળકોને વિજ્ઞાન વિષે ની વિશેષ માહિતી એકઠી કરી પોતાની આસપાસ માં ઉદભવતી સમશીયાઓ નું જ્ઞાન મેળવે અને રૂઢીગત જ્ઞાનતંત્ર સુધારવા તથા જ્ઞાન માં વધારો કરવા આ પ્રોજેક્ટ કરવા માં આવે છે શિક્ષકો તથા વાલીઓ પણ પોતાના બાળકો ને ગાઈડ કરી આ પ્રોજેક્ટ સંશોધન કરવી શકે છે જેમા બાળકોની ઉમર 10વર્ષ થી 17 વર્ષ હોઈ તે આ પ્રોજેક્ટ માં જોડાઈ શકે છે આ સ્પર્ધા ઓગસ્ટ માસમાં ઓનલાઇન અથવા ઓફલાઈન માધ્યમ થી જિલ્લા માં યોજાશે.આ સ્પર્ધામાં ત્રણ તબક્કા માં યોજાશે આ પ્રોજેક્ટ નું મહત્વ સમજી આપના બાળકો,વિદ્યાર્થીઓ ને પ્રોત્સાહિત કરી સારા ભવિષ્ય તરફ લઈ જશે તેવા હેતુ થી સરકાર દ્વારા આ પ્રોજેક્ટ મુકવામાં આવેલ છે અને હાલ તેનું રજીસ્ટ્રેશન શરૂ કરવા માં આવેલ છે.

જેમની લીંક https://forms.gle/j53WCMMQG9yV7cieA આ પ્રોગ્રામમાં જૂનાગઢ તથા જૂનાગઢ જિલ્લા માંથી વધુને વધુ વિદ્યાર્થીઓ જોડાઈ તેવી આશાઓ રાખવા માં આવેલ છે તેવી લોક વિજ્ઞાન કેન્દ્ર ના કોઓર્ડીનેટર પ્રતાપસિંહ ઓરા એ અખબારી યાદી માં જણાવેલ છે.

અહેવાલ :- અનિરૂધસિંહ બાબરીયા (કેશોદ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here