અરવલ્લીઃ જિલ્લામાં જાહેર માર્ગ પર ખાનગી વાહનોમાં સલામત સવારી કે મોતની સવારી, જીલ્લા ટ્રાફિક પોલીસ ઊંઘમા

0
133

ખાનગી વાહન ચાલકો પર કાયદેસરની કાર્યવાહી ક્યારે થશે તે એક લોકમુખે ચર્ચા અને ભારે આક્રોશ

અરવલ્લી જિલ્લાના રતનપુર હાઈવે થી અમદાવાદ જતા જાહેર માર્ગ નેશનલ હાઇવે પર સવાર-સાંજ ઘેટા બકરા ભરેલા ખાનગી વાહનો જેવા કે તુફાન જેવી ગાડીઓમાં હજારો મુસાફરોને લઈને જીવના જોખમે હેરાફેરી કરતા વાહનોની કતાર લાગે છે. આ જાહેર માર્ગો ઉપર અગાઉ હાઇવે જાહેર માર્ગ પર અવાર નવાર વાહનો વચ્ચે અકસ્માત થતા હોય છે અને ટ્રાફિક પોલીસ આ બાબતે કેમ અજાણ છે એ સમજાતું નથી….

મળતી માહિતી મુજબ જો કોઈ સામાન્ય વ્યક્તિ ટ્રાફિક નિયમનું પાલન ન કરે તો તેને કાયદાનું પાઠ ભણાવવામાં આવે છે અને તેની સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવે છે પરંતુ અરવલ્લી અને સાબરકાંઠા જીલ્લા ટ્રાફીક પોલીસને ખાનગી વાહનોમાં ઘેટા બકરાની જેમ મુસાફરી કરતા વાહનો કેમ દેખાતા નથી રાજસ્થાન થી અમદાવાદ નો જે નેશનલ હાઇવે આવેલો છે આ જાહેર માર્ગ ઉપર સવાર-સાંજ અસંખ્ય પ્રમાણમાં ઘેટા બકરાની જેમ ઉપર નિશે વાહનની કેપેસીટી કરતા વધુ મુસાફરો ભરેલા વાહનો પસાર થાય છે પરંતુ ટ્રાફિક પોલીસને કેમ દેખાતા નથી. આ વાહનચાલકો સામે કેમ કોઈ દંડનીય કાર્યવાહી કરવામાં આવતી નથી અને વાહનોમાં ઘેટા બકરાની જેમ ભરેલા મુસાફરોના જીવને કોઈ જોખમ થાય તો જવાબદાર કોણ જેથી અરવલ્લી જીલ્લા ટ્રાફિક પોલીસ ઊંઘમાંથી જાગી આવા ઘેટા બકરાની જેમ પેસેન્જરો કરતા વાહનચાલકો સામે દંડનીય કાર્યવાહી કરે તેવી માંગ કરવામા આવી છે. આ જાહેર માર્ગ ઉપર અનેક દિવસોથી ઘેટા બકરા ભરેલા પેસેન્જર વાહનો પસાર થતા હોવા છતાં પણ ટ્રાફિક પોલીસ આંખ આડા કાન કરી રહી છે જેથી અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લા પોલીસ વડાના આદેશ દ્વારા સત્વરે જાહેર માર્ગ પર પસાર થતા ખાનગી વાહન ચાલકો સામે લાલ આંખ કરી કાયદાનો પાઠ ભણાવવામાં અને કાયદેસરની કાર્યવાહી આવે તેવી લોક માંગ કરવામાં આવી છે…

અહેવાલ : જગદીશ પ્રજાપતિ (અરવલ્લી)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here