GPSCમાં બીજો રેન્ક મેળવનાર મયુરસિંહ રાજપૂત જેતપુર(Jetpur) ડીવીઝનનાં નવા DYSP

0
264

સેલ્ફ સ્ટડી(Self Study)થી જીપીએસસી(GPSC)માં બીજો રેન્ક મેળવી કાંસા,વિસનગર(Kansa,Visngar)ના મયુરસિંહ રાજપૂત ડીવાયએસપી(DySP Mayursinh Rajput) બન્યા

કોઇ ક્લાસ જોઇન્ટ કર્યા વગર નેટ(Internet)નો મહત્તમ ઉપયોગ કર્યો હતો. મહેસાણા(Mahesana) જીલ્લાનાં વિસનગર (Visnagar) તાલુકાનાં અંદાજીત ૧૦૦૦૦ જેટલું વસ્તી ધરાવતા કાંસા ગામ(Kansa Village)ના મયુરસિંહ રાજપુતે(Dysp Mayursinh Rajput) ગુજરાત જાહેર સેવા આયોગની વર્ગ ૧-૨ ની પરિક્ષામાં ગુજરાતમાં સેકન્ડ રેન્ક સાથે પાસ કરીને ડીવાયએસપી બન્યા. ૨૫ વર્ષ(25 Year)ની નાની ઉંમરમાં મયુરસિંહ રાજપૂતે ક્લાસ ૧ પરીક્ષામાં બીજા રેન્ક સાથે ડીવાયએસપી બનીને કાંસા ગામ તેમજ મહેસાણ જિલ્લાનું નામ ઉજળું કર્યું.

વિસનગર તાલુકાના કાંસા ગામના મયુરસિંહ રાજપૂત શાળાકીય અભ્યાસ વડનગર(Vadnagar) અને વડોદરાની જવાહર નવોદયા વિદ્યાલય(Javahar Navodaya Vidhyalaya) ખાતે કર્યો હતો. તેમને ધોરણ ૧૦ માં ૯3.૦૨ ટકા તેમજ ધોરણ ૧૨ સાયન્સમાં ૯૨.૦૦ ટકા સાથે પાસ થયા છે. તે પછી તેઓ વધુ અભ્યાસ માટે વલ્લભ વિદ્યાનગરની બિરલા વિશ્વકર્મા કોલેજ(BVM College)માં જોડાયા અને તેઓ મીકેનીકલ(Mechanical) એન્જીનીયરીંગ કર્યું ૭૬ ટકા સાથે તેઓ ઉત્તિર્ણ થયા તે સાથે એનસીસી કેડેડસ(NCC Cadets) પણ બન્યા હતા અને વોલીબોલના પ્લેયર બન્યા હતા.

એન્જીનીયરીંગ(Engineering) પુર્ણ કર્યા બાદ મયુસિંહ રાજપૂતે નૈતિતાલ(Nainital) સ્થિત ઉત્તરાખંડ ડેરીમાં(Uttrakhand Dairy) ડેપ્યુટી મેનેજર તરીકે બે વર્ષ સુધી જોબ કરી અને જોબ સાથે સાથે મયુરસિંહ ગુજરાતમાં આવીને ૨૦૧૭-૧૮ માં જીપીએસસીની પરીક્ષા આપી પરંતુ કમનસીબે ૧.૨૫ માર્કથી તેઓનું સિલેક્સન થયું નહી તેમ છતાં તેઓ હતાસ થયા નહી અને વધુ પરીક્ષાઓની તૈયારીઓ કરી અને પોલીસ ઇન્સ્પેકટર(Police Inspector)ની પરીક્ષામાં ગુજરાતમાં પાંચમા રેન્ક સાથે પાસ થયા. જયારે આરટીઓમાં ઇન્સ્પેકટરની પરીક્ષામાં ૧૨ માં રેન્ક સાથે પાસ થયા .

તેમણે આરટીઓ ઇન્સ્પેકટરની પોસ્ટ પંસદ કરી અને આરટીઓ ઇન્સ્પેકટર તરીકે જોડાયા હતા. ૨૦૧૯માં ગુજરાતમાં લેવાયેલી ગુજરાત જાહેર સેવા આયોગની વર્ગ ૧-૨ ની પરીક્ષા આપી હતી. મયુરસિંહ પણ ફરીથી જીપીએસસીની પરિક્ષા આપી અને જીપીએસસીની પરીક્ષામાં ઇન્ટરવ્યુંમાં ૬૪ માકર્સ મળ્યા હતા. તેમજ લેખિતમાં સાથે કુલ ૫૧3.૭૫ માકર્સ સાથે મયુરસિંહ જીપીએસસીની ક્લાસ ૧-૨ ની પરીક્ષામાં તેમાં ગુજરાતમાં સેકન્ડ રેન્ક સાથે પાસ થઇને ડીવાયએસપી બનીને જિલ્લાનું ગૌરવ વધાર્યુ છે.

ટ્રેનીંગ બાદ તેઓએ ગુજરાત રાજ્ય પોલીસની ટ્રેનીગ એકેડેમી, કરાઈ ખાતે અજમાયશી(Probationary) નાયબ પોલીસ અધિક્ષક તરીકે સેવા પ્રદાન કરી છે અને તાજેતરમાં તેઓ રાજકોટ જીલ્લાના વિભાગીય પોલીસ અધિકારી,જેતપુર ડીવીઝન ખાતે નાયબ પોલીસ જીલ્લા અધિક્ષક(Dy.SP.) તરીકે નિમણુક પામ્યા છે.

સફળતા મેળવવા માટે પોઝિટીવ રહો અને સારી બુક્સ વાંચો:DYSP મયુરસિંહ રાજપૂતનો સકસેસ મંત્ર

નોકરી દરમિયાન ટેક્સબુકનું વાંચન કર્યું જીપીએસસીની પરીક્ષાની તૈયારી કેવી રીતે કરી તે અંગે મયુરસિંહ જણાવ્યું હતું કે મારી સંપૂર્ણ તૈયારી સેલ્ફ સ્ટડી(Self Study) દ્વારા થઇ મે કોઇ પણ કલાસ જોઇન્ટ કર્યો નથી અને નોકરી દરમિયાન મેં ટેક્સબુકનું વાંચન અને ઇન્ટરનેટનો મહત્તમ ઉપયોગ કર્યો હતો. મેં ઓછી બુક વધુ રીવીઝન(Less Book More Revision) તથા મેક્સીમમ રાઇટીંગ પ્રેકટીસ અપનાવી હતી.

ડીવાયએસપી મયુરસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે સફળતા મેળવવા માટે પરિક્ષાના એક વર્ષના સમયગાળા દરમિયાન સતત પોઝિટિવ રહો અને સારી બુક્સનુ વાંચ કરો જેમાં એલ્કેમિસ્ટ, પાવર ઓફ પોઝિટીવ થીકીંગ વગેરે વાંચન કરવું અને તૈયારીના સમયમાં એન્જોય કરો, તૈયારીમાં દરરોજ અડધો કલાક હોબીને આપો. મર્યાદિત બુક્સ વીથ મેક્સીમ રિવીઝ એન્ડ રાઇટીંગ પ્રેક્ટીસ કરો અને ભગવાન પર ભરોસો રાખો જરુર સફળતા મળશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here