આજરોજ લક્ષ્મણપુરા પ્રાથમિક શાળા ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ પંચમહાલ જિલ્લા પંચાયત પ્રમુખ કુ. કામિનિબેન.જી.સોલંકી ના અધ્યક્ષતામાં યોજાયો

0
104

આજરોજ લક્ષ્મણપુરા પ્રાથમિક શાળા ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ- ૨૦૨૨ અંતર્ગત પંચમહાલ જિલ્લા પંચાયત પ્રમુખ કુ. કામિનિબેન.જી.સોલંકી ના અધ્યક્ષતામાં યોજાયો

જેમાં ભાજપ અગ્રણી ભગુભાઈ ભરવાડ સાહેબ, જિલ્લા પંચાયત સદસ્ય વિનુભાઈ નાયક અણીયાદ ગામના સરપંચ સરસ્વતીબેન, અણિયાદ ક્લસ્ટરના સીઆરસી ભુપેન્દ્રભાઈ સોલંકી , ગ્રામ પંચાયતના સદસ્યો ,લક્ષ્મણપુરા પ્રાથમિક શાળાના એસ.એમ.સી સભ્યો ધોરણ-1માં પ્રવેશ મેળવનાર નાના બાળકો તેમના વાલીઓ, આંગણવાડી માં પ્રવેશ મેળવનાર બાળકો આંગણવાડીની બહેનો, ગામમાંથી યુવા મિત્રો, શાળા પરિવાર હાજર રહયો.


મહેમાનોનું સંસ્કૃતિ મુજબ સ્વાગત કરવામાં આવ્યું લક્ષ્મણપુરા પ્રાથમિક શાળાની દિકરીઓએ સુંદર પ્રાર્થના અને સ્વાગત ગીત રજુ કર્યું, મહેમાનોના વરદ હસ્તે આંગણવાડીના બાળકો અને ધોરણ 1ના કુલ ૨૪ બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો ધોરણ એક ના વર્ગ શિક્ષક શ્રીમતી ઇન્દીરાબેન પટેલ દ્વારા બાળકોને નવીન સ્કૂલ બેગ,નોટબુક પેન્સિલ. રબર ,સંચો વગેરે ની કીટ ભેટ સ્વરૂપ આપવામાં આવ્યું. શાળા પરિવાર ના શિક્ષક મિત્રો દ્વારા 270 બાળકોને તિથિભોજન માં દાળ ભાત અને બુંદી ખવડાવવામાં આવી જિલ્લા પંચાયત પ્રમુખ એ બાળકોને આશીર્વાદ આપ્યા અને કન્યા કેળવણીનું મહત્વ સમજાવ્યું. ધોરણ 3 થી 8 ના તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું મહેમાનોના વરદ હસ્તે મીઠી લીમડી નું વૃક્ષ રોપણ કરવામાં આવ્યું સાથોસાથ વર્ષ 2022-23 માટે ધોરણ 1 થી 5 ના 34 જેટલા બાળકો માટે ટ્રાન્સપોર્ટેશન સુવિધા શરૂ કરવામાં આવી આચાર્ય સિંધી જીતેન્દ્રભાઈ દ્વારા સૌનો આભાર માન્યો હતો.

અહેવાલ : ગણપત મકવાણા (પંચમહાલ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here