ધી વેરાવળ મર્કન્ટાઈલ કો-ઓપરેટીવ બેન્ક લી. ની ૫૧ મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ

0
93

બેંકે ૬૩૯.૦૪ કરોડની ડિપોઝિટ,૩૬૪.૫૦ કરોડના ધિરાણ સાથે ૧૨.૨૫ કરોડનો ચોખ્ખો નફો કર્યો

સૌરાષ્ટ્રની નાગરિક સહકારી બેન્કોમાં અગ્રસ્થાને રહેલ ધી વેરાવળ મર્કન્ટાઈલ કોઓપરેટીવ બેન્ક લી., વેરાવળની ૫૧મી વાર્ષિક સાધારણ સભા તા.૨૬ ને રવીવારના વેરાવળ મુકામે બેન્કના સભાસદોની વિશાળ હાજરી વચ્ચે ચેરમેન નવીનભાઈ એચ. શાહના પ્રમુખ સ્થાને મળી હતી. જેમાં જોઈન્ટ મેનેજિંગ ડીરેકટર ભાવનાબેન એ. શાહ, બેન્કના ડીરેકટરો તથા બોર્ડ ઓફ મેનેજમેન્ટ અને શાખા સલાહકાર કમીટીના સભ્યો ઉપસ્થિત રહયા હતા.બેન્કના જોઈન્ટ મેનેજિંગ ડીરેકટર ભાવનાબેન શાહ દ્વારા આમંત્રિતોનું સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ, ચેરમેન નવીનભાઈ એચ. શાહએ ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે, પ્રગતિના પંથે મકકમતાથી આગળ વધી રહેલ આપની બેન્કે સતત બદલાતા જતા આર્થિક પ્રવાહો વચ્ચે સંતુલન જાળવીને આપની બેન્કે તમામ ક્ષેત્રે નકકર પ્રગતિ કરેલ છે. બેન્કે રૂા.૬૩૯.૦૪ કરોડની ડીપોઝીટ, રૂા.૩૬૪.૫૦ કરોડના ધીરાણ થકી રૂા.૧૨.૨૫ કરોડનો ચોખ્ખો નફો કર્યો છે. બેન્કના રીઝર્વ રૂા.૬૭ કરોડને આંબ્યા છે. તેઓએ બેન્કની પ્રગતિ અને બેન્કને આ સ્થાને સુધી પહોંચાડવાનો યશ સર્વે સભાસદો, થાપણદારો, ગ્રાહકો, શુભેચ્છકો, બેન્કના કર્મચારી ગણ, સર્વે શાખા સલાહકાર કમીટીના સભ્યો અને સમગ્ર બોર્ડ ઓફ ડીરેકટર્સને આપેલ.સભાસદો દ્વારા સાધારણ સભામાં ૨જુ થયેલ દરેક ઠરાવો સર્વાનુમતે મંજુર કરી બેન્કની કામગીરી અંગે સંતોષ વ્યકત કરેલ. ડીરેકટર જીતેન્દ્રકુમાર એ. હેમાણીએ ઉપસ્થિત સર્વેનો આભાર વ્યકત કરેલ હતો.સમગ્ર સભાનું સુરેખ અને સફળ સંચાલન ડીરેકટર ડો. જતિન એમ. શાહ, પ્રદિપભાઈ પી. શાહ તથા સી.ઈ.ઓ. અને જનરલ મેનેજર અતુલ ડી. શાહ દ્વારા કરવામાં આવ્યું હતું.

અહેવાલ : પરાગ સંગતાણી, (વેરાવળ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here