ગેરકાયદેસર સાઈલેન્સર વાળા ૮ વાહનો ડીટેઈન કરી ૩૫ હજાર ૩૦૦ નો દંડ વસુલવામાં આવ્યો
ગીર સોમનાથ જીલ્લાના પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા અને તથા મદદનિશ પોલીસ અધિક્ષક ઓમ પ્રકાશ જાટ દ્વારા આપેલ સૂચનાના અનુસંધાને વેરાવળ સીટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એસ.એમ.ઇશરાણી દ્વારા સ્પેશ્યલ ડ્રાઇવનું આયોજન કરાયું હતું. જે અનુસંધાને ટાવરચોક, ચોપાટી, પાટણ દરવાજા, તાલાળા નાકા જેવા ભીડભાડ વાળી જાહેર જગ્યાએ બિન જરૂરી ટ્રાફીક કરતા, રોંગ સાઇડમાં ચલાવતા, ધુમ સ્પીડે ચલાવતા વાહન ચાલકો, અવાજ પ્રદુષણ કરતા ગેકા. સાયલેન્સર વાળા વાહન ચાલકો, મોટા હોર્ન વગાડનારા વાહન ચાલકોને કાયદાનું ભાન કરાવી ડ્રાઇવ દરમ્યાન મ્યુજીક મોટા હોર્ન વગાડનારા કુલ-૨૧ વાહનોને કુલ રૂા.૨૧,૦૦૦ નો સ્થળ દંડ કરવામાં આવેલ છે. તેમજ અવાજ પ્રદુષણ કરતા ગેકા. સાયલેન્સર વાળા કુલ-૮ વાહનોને એમવીએકટ-૨૦૭ મુજબ ડીટેઇન કરેલ જેઓને આરટીઓ દ્રારા કુલ રૂા.૩૫,૩૦૦ નો દંડ કરવામાં આવ્યો હતો.આ કામગીરીમાં વેરાવળ સીટી પોલીસ સ્ટેશનના પો. સબ ઇન્સ.એચ.બી. મુસાર,એ. કે. ખુમાણ, આર.એચ.સુવા તથા વેરાવળ શહેર ટ્રાફીક શાખાના એ.એસ.આઇ. દીનેશભાઇ ગોહેલ, ભરતભાઇ રાઠોડ સહિતના જોડાયા હતા.
અહેવાલ : પરાગ સંગતાણી (વેરાવળ)