વેરાવળ બંદરની ફેસ – ૨ ની કામગીરી વહેલી તકે કરાવો – માછીમારો

0
179

ડ્રેજીંગ કામગીરી, ડીઝલ ક્વોટા વધારવા,વેરા માફ કરવા પ્રભારી અને મત્સ્યઉદ્યોગ મંત્રીને રજૂઆત

અખિલ ભારતીય ફિશરમેન એસો. દ્વારા ગાંધીનગર મુકામે પ્રતિનિધિ મંડળ સાથે પ્રભારી મંત્રી અરવિંદભાઈ રૈયાણી અને મત્સ્યઉદ્યોગ મંત્રી જીતુભાઈ ચૌધરીને માછીમારીના પડતર પ્રશ્નો અંગે રજૂઆત કરવામાં આવી હતી.જેમાં વેરાવળ બંદરની ફેસ – ૨ ની કામગીરી હાથ ધરવા, બંદરે ડ્રેજીંગ કામગીરી કરવા, ડીઝલ ક્વોટામાં વધારો કરવા, ડીઝલમાં ૧૦૦ ટકા વેરા માફી આપવા, માઢવાડ અને સુત્રાપાડા બંદરને નવું હાર્બર બનાવવા, ફાઈબર હોડી ધારકો માટે કેરોસીનના ક્વોટા અને સબસીડીની રકમમાં વધારો કરવા, એબીએમ એન્જીનની ખરીદી પરની બાકી નીકળતી સબસિડી ચૂકવવા,અલગ અલગ ડીઝલ પંપોમાં ભાવના તફાવતને દૂર કરવા સહિતના પ્રશ્નો માછીમારોએ રજૂ કર્યા હતા અને તેમનું વહેલી તકે નિવારણ લાવવા રજૂઆત કરાઈ હતી.આ તકે ખારવા સંયુકત માછીમાર બોટ એસો.ના પ્રમુખ તુલસીભાઈ ગોહેલ, પોરબંદર બોટ એસો.ના પ્રમુખ મુકેશભાઈ પાંજરી, મંત્રી રાજુભાઈ બાદરશાહી, માંગરોળ બોટ એસો.ના પ્રમુખ દામોદરભાઈ ચામુડિયા,ઉપપ્રમુખ જમનાદાસ વંદુર,વેરાવળ લોધી સમાજના પટેલ ચુનીભાઈ ગોહેલ, ભિડિયા ખારવા બોટ એસો.ના પ્રમુખ રમેશભાઇ ડાલકી, ઉપપ્રમુખ ગણેશભાઈ દરી, ભીડિયા કોળી બોટ એસો.ના પ્રમુખ લક્ષ્મીકાંતભાઈ સોલંકી તથા બોટ એસો.ના આગેવાન ઈશ્વરભાઈ બારૈયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ : પરાગ સંગતાણી (વેરાવળ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here