ઈંડાના લારીધારક અને તેના 12 વર્ષના પુત્રને માર મારી તોડફોડ કરનાર ક્રાઈમ બ્રાન્ચના પોલીસ કર્મીની દ્વારકા બદલી

0
233

રાજકોટ શહેર ક્રાઈમ બ્રાંચમાં ફરજ બજાવનાર ધર્મેન્દ્રસિંહ હરિશચંદ્રસિંહ ઝાલાએ બે દિવસ પહેલા ઈંડાની લારીએ માથાકૂટ અને તોડફોડ કરી હતી. આ ઘટનામાં તાત્કાલિક અસરથી ક્રાઈમ બ્રાંચમાંથી એરપોર્ટ પોલીસ મથકે બદલી કરાઇ હતી. બાદમાં આજે પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ દ્વારા ધર્મેન્દ્રસિંહની જિલ્લા બહાર દેવભૂમિ દ્વારકા બદલીનો ઓર્ડર કરતા પોલીસ બેડામાં ફફડાટ વ્યાપી ગયો છે.

બે દિવસ પહેલા બનાવ બન્યો હતો
શહેરના હેમુ ગઢવી હોલ પાછળ ઈંડાની લારીએ ગજુભા પરમાર, યુવરાજસિંહ જાડેજા બે દિવસ પહેલા રાત્રે ગયા હતા. અહીં ઓર્ડર આપતા થોડીવાર લાગશે કહેતા ‘અમારો ઓર્ડર પહેલા લઈ લે’ કહીં બન્નેએ ઝઘડો કર્યો હતો. ઝઘડા બાદ ક્રાઈમ બ્રાંચના ધર્મેન્દ્રસિંહે પણ ત્યાં પહોંચ્યા હતાની વાત હતી અને માથાકૂટ થઈ હતી. લારીધારકના 12 વર્ષના પુત્રને ધોકાથી માર માર્યાની, તોડફોડ કર્યાના આરોપ સાથે એ ડિવિઝન પોલીસ મથકે ગજુભા, યુવરાજસિંહ સામે ગુનો નોંધાયો હતો. ફરિયાદમાં ક્રાઈમ બ્રાંચના ધર્મેન્દ્રસિંગનું નામ નહોતું. જોકે, વાઇરલ વીડિયો અને પોલીસમેન ધર્મેન્દ્રસિંહ ત્યાં આવ્યા હોવાની વાતના પગલે DCP ક્રાઈમના પાર્થરાજસિંહ ગોહિલે તપાસ કરી હતી અને ફરિયાદનું નિવેદન નોંધ્યું હતું.

પહેલા એરપોર્ટ પોલીસમાં બદલી કરાઇ હતી
ઘટનાના પગલે ધર્મેન્દ્રસિંહ તાત્કાલિક અસરથી ક્રાઈમ બ્રાંચમાંથી હટાવી એરપોર્ટ પોલીસ મથકે મૂકી દેવાયા હતા. ગઈકાલે પોલીસ મિશનર દ્વારા તેની એરપોર્ટ પોલીસ મથકેથી જિલ્લા બહાર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જાહેરહિતમાં બદલી કરતો ઓર્ડર કરી તાત્કાલિક અસરથી છૂટા થવા અને જો સરકારી આવાસમાં રહેતા હોય તો તે પણ ખાલી કરવા આદેશ કરાયો છે. શિસ્ત આગ્રહી પોલીસ કમિશનરના આ પગલાંથી કર્મચારીઓ પણ જો ભૂલ થઈ તો ભોગવવું પડશેનો ફડકો અનુભવી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here